________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬૪]
| [ મોક્ષશાસ્ત્ર ઉત્તર:- પ્રજ્ઞા અને અજ્ઞાન એ બન્નેને સાથે રહેવામાં કાંઈ બાધ નથી. એક જ કાળમાં એક જીવને શ્રુતજ્ઞાનાદિની અપેક્ષાએ પ્રજ્ઞા અને અવધિજ્ઞાનાદિની અપેક્ષાએ અજ્ઞાન એ બન્ને સાથે રહી શકે છે.
૩. પ્રશ્ન:- ઔદારિક શરીરની સ્થિતિ કવળાહાર (અન્નપાણી) વિના દેશોનકોડપુર્વ (કરોડ પૂર્વમાં થોડું ઓછું ) કેમ રહે?
ઉત્તર:- આહારના છ ભેદ છે-૧. નોકર્મ આહાર, ૨. કર્ણાહાર, ૩. કવળાહાર, ૪. લેપાહાર, ૫. ઓજાહાર અને ૬. મનસાહાર. એ છ પ્રકાર યથાસંભવ દેહની સ્થિતિનું કારણ છે. જેમ કે - (૧) કેવળીને નોકર્મ આહાર બતાવ્યો છે. તેમને લાભાંતરાયકર્મના ક્ષયથી અનંત લાભ પ્રગટ થયો હોવાથી તેમના શરીર સાથે અપૂર્વ અસાધારણ પુદગલોનો પ્રતિસમય સંબંધ થાય છે, તે નોકર્મ કેવળીને દેહની સ્થિતિનું કારણ છે, બીજું નથી; એ હેતુથી કેવળીને નોકર્મનો આહાર કહ્યો છે. (૨) નારકીઓને નરકાયુનામકર્મનો ઉદય છે તે તેને દેહની સ્થિતિનું કારણ છે તેથી તેને કર્મઆહાર કહેવાય છે. (૩) મનુષ્યો અને તિર્યંચને કવળાહાર પ્રસિદ્ધ છે. (૪) વૃક્ષ જાતિને લેપાહાર છે. ૫) પંખીના છેડાને ઓજાહાર છે. શુક્ર નામની ધાતુની ઉપધાતુ ઓજ છે. ઇંડાને પંખી સેવે સવે તેને ઓજ આહાર ન સમજવો. (૬) દેવો મનથી તૃપ્ત થાય છે, તેમને મનસાહાર કહેવાય છે.
આ છ પ્રકારના આહાર દેહની સ્થિતિનું કારણ છે તેની ગાથા નીચે મુજબ
णोकमकम्महारोकवलाहारो य लेप्पहारो य। उज्ज मणो विय कमसो आहारो छविहो भणिओ।। णोकमतित्थयरे कम्मं च णयरे मानसो अमरे।
णरपसु कवलाहारो पंखी उज्जो इगि लेऊ।। અર્થ:- ૧. નોકર્મ આહાર, ૨. કર્ણાહાર, ૩. કવળાહાર, ૪. લેપાહાર, પ. ઓજાહાર અને ૬. મનોઆહાર એમ કમથી છ પ્રકારના આહાર છે; તેમાં નોકર્મ આહાર તીર્થકરને, કર્ણાહાર નારકીને, મનોઆહાર દેવને, કવળાહાર મનુષ્યો તથા પશુને, ઓજાહાર પક્ષીના ઇંડાને અને લેપાહાર વૃક્ષને હોય છે.
આથી સિદ્ધ થાય છે કે કેવળીભગવાનને કવળાહાર હોતો નથી.
૪. પ્રશ્ન- મુનિ અપેક્ષાએ છઠ્ઠી ગુણસ્થાનથી શરૂ કરીને તેરમા ગુણસ્થાન સુધીના પરિષહોનું કથન આ અધ્યાયના ૧૩ થી ૧૬ સુધીના સૂત્રોમાં કર્યું છે તે વ્યવહારનય અપેક્ષા એ છે કે નિશ્ચયનય અપેક્ષાએ ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com