________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates પપ૬ ]
[ મોક્ષશાસ્ત્ર ૩. પ્રશ્ન- અગીઆરમાં અને બારમા ગુણસ્થાને મોહકર્મના ઉદયનો અભાવ છે તથા દસમાં ગુણસ્થાને તે અતિ સૂક્ષ્મ છે તેથી તે જીવોને સુધા, તૃષાદિ ચૌદે પ્રકારની વેદના હોતી નથી, તો પછી એ ગુણસ્થાનોમાં પરિષહ વિદ્યમાન છે એમ કેમ કહ્યું?
ઉત્તર- ત્યાં વેદના નથી એ તો ખરું છે, પણ સામર્થ્ય (શક્તિ) અપેક્ષાએ ત્યાં ચૌદ પરિષહોનું વિધમાનપણું કહેવું તે યુક્ત છે. જેમ સર્વાર્થસિદ્ધિ વિમાનના દેવોને સાતમી નરકમાં જવાનું સામર્થ્ય છે, પણ તે દેવોને ત્યાં જવાનું પંયોજન નથી તેમ જ તેવો રાગભાવ નથી તેથી ગમન નથી; તેમ દસ, અગિયાર અને બારમાં ગુણસ્થાનોમાં ચૌદે પરિષહનું કથન ઉપચારથી કહ્યું છે.
પ્રશ્ન:- આ સૂત્રમાં નય વિભાગ કઈ રીતે લાગુ પડે છે?
ઉત્તર:- નિશ્ચયનયે કોઈ પણ પરિષહ દસ, અગીયાર કે બારમા ગુણસ્થાને નથી, પણ વ્યવહારનયે ત્યાં ચૌદ પરિષહ છે; વ્યવહારનયે છે એટલે કે ખરેખર તેમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ તે ઉપચાર કર્યો છે- એમ સમજવું. એ પ્રમાણે જાણવાથી જ બને નયોનું ગ્રહણ થાય છે પણ બન્ને નયોના જ્ઞાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે અને આ પ્રમાણે પણ છે” અર્થાત્ ત્યાં પરિષહો છે એ પણ ખરું અને નથી એ પણ ખરું એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બને નયોનું ગ્રહણ થતું નથી (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨૫૬). સારાંશ એ છે કે, તે ગુણસ્થાનોએ ખરેખર કોઈ પણ પરિષહ હોતા નથી, માત્ર તે ચૌદ પ્રકારના વેદનીય કર્મના મંદ ઉદય છે એટલું બતાવવા માટે ઉપચારથી ત્યાં પરિષહ કહ્યા છે. પણ જીવ ત્યાં તે ઉદયથી જોડાઈ દુઃખી થાય છે અથવા તેને વેદના થાય છે એમ માનવું તે અસત્ય છે. || ૧Oા.
તેરમા ગુણસ્થાનના પરિષહો
1શનિના 88ા અર્થ-[બિને] તેરમા ગુણસ્થાને જિનેન્દ્રદેવને [gd]વશ] ઉપર લખેલી ચૌદમાંથી અલાભ, પ્રજ્ઞા અને અજ્ઞાન એ ત્રણ છોડીને બાકીના અગીયાર પરિષહો હોય છે.
ટીકા
જો કે મોહનીયકર્મનો ઉદય નહિ હોવાથી ભગવાનને સુધાદિકની વેદના હોતી નથી, તેથી તેમને પરિષહો પણ હોતા નથી; તોપણ તે પરિષહોના નિમિત્તકારણરૂપ વેદનીયકર્મનો ઉદય વર્તતો હોવાથી ત્યાં પણ ઉપચારથી અગીઆર પરિષહો કહ્યા છે. ખરેખર તેમને એક પણ પરિષહ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com