________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૯ ]
[ પપ૧ યોગ્ય વખતે નિર્દોષ ભોજનનો યોગ ન બને તો આહારનો વિકલ્પ તોડીને નિર્વિકલ્પ દશામાં લીન થાય છે, ત્યારે તેમને પરિષહુજય કહેવાય છે. (૨) તુષાઃ- પિપાસા (તૃષા) ને વૈર્યરૂપી જળથી શાંત કરવી તે તૃષાપરિષહજય છે. (૩) શીતઃ- શીત ( ઠંડી) ને શાંતભાવે અર્થાત્ વીતરાગભાવે સહન કરવી તે શીત
પરિષહજય છે. (૪) ઉષ્ણ- ગરમીને શાંતભાવે સહન કરવી અર્થાત્ જ્ઞાનમાં શેયરૂપ કરવી તે
ઉષ્ણપરિષહજય છે. (૫) દંશમશક:- ડાંસ, મચ્છર, કીડી, વીંછી વગેરે કરડે ત્યારે શાંતભાવ રાખવો તે
દંશમશકપરિષહજય છે. (૬) ના - નગ્ન રહેવા છતાં પોતામાં કોઈ પ્રકારનો વિકાર ન થવા દેવો તે
( નાન્યપરિષહજય છે. પ્રતિકૂળ પ્રસંગ આવતાં વસ્ત્રાદિ પહેરી લેવાં તે નાન્યપરિષહ નથી પણ એ તો માર્ગથી જ ટ્યુતપણું છે, અને પરિષહુ
તો માર્ગથી ટ્યુત ન થવું તે છે. (૭) અરતિઃ - અરતિનું કારણ ઉપસ્થિત થવા છતાં પણ સંયમમાં અરતિ ન કરવી
તે અરતિપરિષહજય છે. (૮) સ્ત્રી:- સ્ત્રીઓના હાવભાવ પ્રદર્શન વગેરે ચેષ્ટાને શાંતભાવે સહન કરવી
અર્થાત્ તે દેખીને મોહિત ન થવું તે સ્ત્રી પરિષહજય છે. (૯) ચર્યા- ગમન કરતાં ખેદખિન્ન ન થવું તે ચર્યાપરિષહજય છે. (૧૦) નિષધા:- ધ્યાનને માટે નિયમિત કાળ સુધી આસનથી ચુત ન થવું તે
નિપધાપરિષહજય છે. (૧૧) શયા - વિષમ, કઠોર, કાંકરીવાળા સ્થાનોમાં એક પડખે નિદ્રા લેવી અને
અનેક ઉપસર્ગ આવવા છતાં પણ શરીરને ચલાયમાન ન કરવું તે
શવ્યાપરિષહજય છે. (૧૨) આક્રોશ- દુષ્ટ જીવો દ્વારા કહેવાયેલા કઠોર શબ્દોને શાંત ભાવે સહી લેવા તે
આક્રોશ પરિષહજય છે. (૧૩) વધ:- તલવાર વગેરેથી શરીર પર પ્રહાર કરવાવાળા પ્રત્યે પણ ક્રોધ ન કરવો
તે વધુ પરિષહજય છે. (૧૪) યાચના:- પોતાના પ્રાણોનો વિયોગ થવાનો સંભવ હોય તો પણ આહારાદિની
યાચના ન કરવી તે યાચના પરિષહજય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com