________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૨]
[ ૫૩૧ બંધ પડી જવું તે સંવર છે (જુઓ, તત્ત્વાર્થસાર અ. ૬, ગાથા ૫, પા. ૩૪૦).
(૪) આ અધ્યાયના ચોથા સૂત્રમાં ગુપ્તિનું લક્ષણ કહ્યું છે. તેમાં જણાવ્યું છે કે “સમ્યક યોગનિગ્રહ” તે ગુપ્તિ છે. આમાં સમ્યક શબ્દ ઘણો ઉપયોગી છે; તે એમ સૂચવે છે કે સમ્યગ્દર્શન વગર યોગોનો યથાર્થ નિગ્રહ હોતો નથી એટલે કે સમ્યગ્દર્શનપૂર્વક જ યોગોનો નિગ્રહ હોઈ શકે છે.
(૫) પ્રશ્ન-યોગ ચૌદમાં ગુણસ્થાને અટકે છે; તેરમા ગુણસ્થાન સુધી તો તે હોય છે, તો પછી નીચલી ભૂમિકાવાળાને “યોગનો નિગ્રહ” (ગુતિ) ક્યાંથી થાય?
ઉત્તર- મન-વચન-કાયા તરફ આત્માનો ઉપયોગ જેટલો ન જોડાય તેટલો યોગનો નિગ્રહ થયો કહેવાય છે. અહીં યોગ શબ્દનો અર્થ “પ્રદેશોનું કંપનએમ સમજવાનો નથી. પ્રદેશોના કંપનનો નિગ્રહ થાય તેને ગુમિ કહેવામાં આવતી નથી પણ તેને તો અકંપપણું કે અયોગપણું કહેવામાં આવે છે, તે ચૌદમાં ગુણસ્થાને પ્રગટ છે. અને ગુતિ તો કેટલેક અંશે ચોથે ગુણસ્થાને પણ હોય છે.
(૬) ખરેખર આત્માનું સ્વરૂપ (નિજરૂપ) જ પરમ ગુમિ છે, તેથી આત્મા જેટલે અંશે પોતાના શુદ્ધસ્વરૂપમાં સ્થિર રહે તેટલે અંશે ગુતિ છે. (જુઓ શ્રી સમયસાર કળશ ૧૫૮, પા. ૨૯૧) .
૩. આત્માનો વીતરાગભાવ એકરૂપ છે અને નિમિત્ત અપેક્ષાએ ગુમિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્ર એવા જુદા જુદા ભેદો પાડીને સમજાવવામાં આવે છે; તે ભેદો દ્વારા પણ અભેદતા બતાવી છે. સ્વરૂપની અભેદતા તે સંવર-નિર્જરાનું કારણ છે.
૪. ગુતિ, સમિતિ વગેરેના સ્વરૂપનું વર્ણન ચોથા સૂત્રથી શરુ કરીને ક્રમે ક્રમે કહેવામાં આવશે. || ૨TI
નિર્જરા અને સંવરનું કારણ
તપસ નિર્જરા વારા રૂા. અર્થ:-[ તપસT ] તપથી [નિર્નર ૨] સંવર અને નિર્જરા પણ થાય છે.
ટીકા ૧. દશ પ્રકારના ધર્મમાં તપનો સમાવેશ થઈ જાય છે, તો પણ તેને અહીં જુદું કહેવાનું કારણ એ છે કે, તે સંવર અને નિર્જરા બન્નેનું કારણ છે; અને તેમાં સંવરનું તે પ્રધાન કારણ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com