________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર૬ ]
[ મોક્ષશાસ્ત્ર ૫. નિર્જરાનું સ્વરૂપ ઉપર કહેલા ૯ બોલોમાં નિર્જરા સંબંધી કેટલીક હકીકત આવી ગઈ છે. સંવરપૂર્વકની નિર્જરા તે મોક્ષમાર્ગ છે; તેથી તે નિર્જરાની વ્યાખ્યા જાણવાની જરૂર છે. (૧) શ્રી પંચાસ્તિકાયની ૧૪૪ ગાથામાં નિર્જરાની વ્યાખ્યા નીચે પ્રમાણે છે
संवरजोगेहिं जुदो तवेहिं जो चिट्ठदे बहुविहेहिं।
कम्माणं णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं ।। અર્થ - શુભાશુભાસૂવના નિરોધરૂપ સંવર અને શુદ્ધોપયોગરૂપ યોગોથી સંયુક્ત એવો જે ભેદવિજ્ઞાની જીવ અનેક પ્રકારના અંતરંગ-બહિરંગ તપો દ્વારા ઉપાય કરે છે તે નિશ્ચયથી ઘણા પ્રકારના કર્મોની નિર્જરા કરે છે.'
આ વ્યાખ્યામાં “કર્મોની નિર્જરા થાય છે” એમ કહ્યું છે; તે વખતે આત્માની શુદ્ધપર્યાય કેવી હોય છે તે તેમાં ગર્ભિત રાખ્યું છે; આ ગાથાની ટીકા કરતાં શ્રી અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે કે
'.... स खलु बहूनां कर्मणां निर्जरणं करोति। तदत्र कर्मविर्यशातनसमर्थो बहिरंगान्तरंग तपोभिबृंहितः शुद्धोपयोगो भावनिर्जरा।'
અર્થ:- તે (જીવ) ખરેખર ઘણા કર્મોની નિર્જરા કરે છે તેથી એ સિદ્ધાંત થયો કે, અનેક કર્મોની શક્તિઓને ગાળવામાં સમર્થ બહિરંગ-અંતરંગ (પોથી વૃદ્ધિ પામેલો જે શુદ્ધોપયોગ તે ભાવ નિર્જરા છે. ( જાઓ, પંચાસ્તિકાય પા. ૨૦૯) (૨) શ્રી સમયસાર ગાથા ૨૦૬ માં નિર્જરાનું સ્વરૂપ નીચે જણાવ્યું છે
'एदमि रदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदह्मि।
एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।। २०६ ।। અર્થ- હે ભવ્ય પ્રાણી ! તું આમાં (જ્ઞાનમાં) નિત્ય રત અર્થાત્ પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; આમ કરવાથી તને ઉત્તમ સુખ
થશે.”
નિર્જરા થતાં આત્માની શુદ્ધપર્યાય કેવી હોય છે તે આમાં જણાવ્યું છે.
(૩) સંવરની સાથે અવિનાભાવપણે નિર્જરા હોય છે. નિર્જરાના આઠ આચાર (-અંગ, લક્ષણ) છે, તેમાં ઉપવૃંહણ અને પ્રભાવના એ બે આચાર શુદ્ધિની વૃદ્ધિ બતાવે છે, આ સંબંધમાં શ્રી સમયસાર ગાથા ર૩૩ ની ટીકા માં નીચે પ્રમાણે જણાવ્યું છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com