________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૮ સૂત્ર ૯ ]
[ ૫૦૯ આવી વ્યવસ્થા માનતાં સાતવેદનીય પ્રકૃતિને પુદ્ગલવિપાકીપણું પ્રાપ્ત થશે ! એવી આશંકા ન કરવી; કેમકે દુ:ખના ઉપશમથી ઉત્પન્ન થયેલ, દુઃખના અવિનાભાવી, ઉપચારથી જ સુખ સંજ્ઞાને પ્રાપ્ત અને જીવથી અપૃથભૂત એવા સ્વાથ્યના કણનો હેતુ હોવાથી સૂત્રમાં સાતવેદનીય કર્મને જીવ-વિપાકીત્વ અને સુખ–હેતુત્વનો ઉપદેશ દેવામાં આવ્યો છે. જો એમ કહેવામાં આવે કે ઉપયુર્કત વ્યવસ્થાનુસાર તો સતાવેદનીય કર્મને જીવ-વિપાકીપણું અને પુગલ-વિપાકીપણું પ્રાપ્ત થાય છે; (તો) તે પણ કોઈ દોષ નથી, કેમ કે જીવનું અસ્તિત્વ અન્યથા બની શકતું નથી, તેથી તે પ્રકારના ઉપદેશના અસ્તિત્વની સિદ્ધિ થઈ જાય છે. સુખ અને દુ:ખના કારણભૂત દ્રવ્યોનું સંપાદન કરવાવાળું બીજાં કોઈ કર્મ નથી, કેમ કે એવું કોઈ કર્મ મળતું નથી. (ધવલા ટીકા પુસ્તક ૬ પૃષ્ઠ ૩૫-૩૬ ) 1 ટી
મોહનીયકર્મનાઅઠ્ઠાવીસભેદ दर्शनचारित्रमोहनीयाकषायकषायवेदनीयाख्यास्त्रिद्विनवषोडशभेदा: सम्यक्त्वमिथ्यात्वतदुभयान्यि कषायकषायौ हास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्रीपुंनपुंसकवेदा अनंतानुबुंध्यप्रत्याख्यानप्रत्याख्यान
संज्वलनविकल्पाश्चेकश: क्रोधमानमायालोभाः।।९।।
અર્થ:- [વર્ણન વારિત્રમોદનીય ગણાય પાય રુપાવેનીય કારડ્યા: ] દર્શનમોહનીય, ચારિત્રમોહનીય, અકષાયવેદનીય અને કષાયવેદનીય એ ચાર ભેદરૂપ મોહનીયકર્મ છે, અને તેના પણ અનુક્રમે [ ત્રિ દિ નવ ષોડશમે:] ત્રણ, બે, નવ અને સોળ ભેદ છે. તે આ પ્રમાણે [ સંખ્યત્વે મિથ્યાત્વ તડુમયાનિ] સમ્યકત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને સમ્યગમથ્યાત્વમોહનીય આ ત્રણ ભેદ દર્શનમોહનીયના છે; [ ગવષાયેષાયી] અકષાય વેદનીય અને કષાયવેદનીય-આ બે ભેદ ચારિત્ર મોહનીયના છે; [ દાચ રતિ રતિ શોવ મય નુ સ્ત્રી નપુરનવેદ્દા:] હાસ્ય, રતિ અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ-આ નવ ભેદ અકષાયવેદનીયના છે; અને [ અનંતાનુબંધી પ્રત્યારથાન પ્રત્યારથાન સંગ્વન વિજ્યા: ૨] અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન તથા સંજ્વલનના ભેદથી તથા [ શ: છોધ મન માયા સોમ:] એ દરેકના ક્રોધ, માન, માયા તથા લોભ એ ચાર પ્રકાર-એ સોળ ભેદ કષાય વેદનીયના છે. આ રીતે કુલ અઠ્ઠાવીસ ભેદ મોહનીયકર્મના છે.
નોંધ:- અકષાયવેદનીય અને કષાયવેદનીય એ બેનો સમાવેશ ચારિત્રમોમાં થઈ જાય છે તેથી તેમને ગણતરીમાં જુદા લેવામાં આવ્યા નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com