________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૫૦૬ ]
[ મોક્ષશાસ્ત્ર
અંતરાય-જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિધ્રમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને અંતરાયકર્મ કહે છે.
૨. પ્રકૃતિબંધના આઠ ભેદોમાંથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતિકર્મ કહેવાય છે, કેમ કે તેઓ જીવના અનુજીવી ગુણોના પર્યાયના ઘાતમાં નિમિત્ત છે; અને બાકીના વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચારને અઘાતિકર્મ કહેવાય છે, કેમ કે તેઓ જીવના અનુજીવી ગુણોના પર્યાયના ઘાતમાં નિમિત્ત નથી પણ પ્રતિજીવી ગુણોની પર્યાયના ઘાતમાં નિમિત્ત છે.
વસ્તુમાં ભાવસ્વરૂપ ગુણ અનુજીવી ગુણ અને અભાવસ્વરૂપ ગુણ પ્રતિજીવી ગુણ કહેવાય છે.
૩. જેમ એક જ વખતે ખાધેલા આહાર ઉદરાગ્નિના સંયોગે રસ, લોહી વગે૨ે જુદા જુદા પ્રકારે થઈ જાય છે, તેમ એક જ વખતે ગ્રહણ થયેલાં કર્મો જીવના પરિણામો અનુસા૨ જ્ઞાનાવરણ ઇત્યાદિ અનેક ભેદરૂપ થઈ જાય છે. અહીં ઉદાહરણથી એટલો ફેર છે કે આહાર તો રસ, લોહી વગેરે રૂપે ક્રમેક્રમે થાય છે પરંતુ કર્મો તો જ્ઞાનાવરણાદિરૂપે એક સાથે થઈ જાય છે. ।।૪।।
પ્રકૃતિબંધના ઉત્તર ભેદ
पंचनवद्वयष्टाविंशतिचतुर्द्विचत्वारिंशद्विपंचभेदा यथाक्रमम्।।५।।
અર્થ:- [ યથામમ્ ] ઉ૫૨ કહેલાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના અનુક્રમે [પંચ નવ દ્વિ ગાવિંશતિ] પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, [ ચતુ: દ્વિવત્વારિશત્ દ્વિવંદ્યમેવા] ચાર, બેંતાલીસ, બે અને પાંચ ભેદો છે.
નોંધ- તે ભેદોનાં નામ હવે પછીના સૂત્રોમાં અનુક્રમે જણાવે છે. ।। ૫॥ જ્ઞાનાવરણકર્મના પાંચ ભેદ
मतिश्रुतावधिमन:पर्ययकेवलानाम्।।६।।
श्रुत
અર્થ:- [ મતિ અવધિજ્ઞાનાવરણ, [ મન:પર્યય કેવળજ્ઞાનાવરણ-એ પાંચ ભેદો જ્ઞાનાવરણકર્મના છે.
અવધિ ] केवलानाम् ]
મતિજ્ઞાનાવરણ,
શ્રુતજ્ઞાનાવરણ, મન:પર્યયજ્ઞાનાવરણ અને
પ્રશ્ન:- અભવ્ય જીવને મન:પર્યયજ્ઞાન તથા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવાનું સામર્થ્ય નથી, જો તે સામર્થ્ય હોય તો અભવ્યપણું કહી શકાય નહિ; માટે તે બે જ્ઞાનના સામર્થ્ય વગર તેને એ બે જ્ઞાનના આવરણ કહેવાં તે શું નિરર્થક નથી ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com