________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ૧૭-૧૮ ]
[ ૪૬૯ ટીકા ૧. અંતરંગ પરિગ્રહ ચૌદ પ્રકારના છે-એક મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય.
બાહ્ય પરિગ્રહ દસ પ્રકારના છે-ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કપડાં અને વાસણ.
૨. પરદ્રવ્યમાં મમત્વબુદ્ધિ તે મૂછ છે. બાહ્ય સંયોગ વિધમાન ન હોવા છતાં પણ “આ મારું છે' એવો સંકલ્પ જે જીવ કરે છે તે પરિગ્રહ સહિત છે; બાહ્ય દ્રવ્ય તો નિમિત્તમાત્ર છે.
૩. પ્રશ્ન- “આ મારું છે' એવી બુદ્ધિને જો તમે મૂછ કહેશો તો સમ્યજ્ઞાન વગેરે પણ પરિગ્રહ ઠરશે, કેમ કે તે મારાં છે એવી બુદ્ધિ જ્ઞાનીને પણ થાય છે?
ઉત્તરઃ- પરદ્રવ્યમાં મમત્વબુદ્ધિ તે પરિગ્રહ્યું છે. સ્વદ્રવ્યને પોતાનું માનવું તે પરિગ્રહ નથી. સમ્યજ્ઞાનાદિ તો આત્માનો સ્વભાવ હોવાથી તેનો ત્યાગ હોઈ શકે નહિ માટે તેને પોતાનાં માનવા તે અપરિગ્રહપણું છે.
રાગાદિમાં “આ મારાં છે” એવો સંકલ્પ કરવો તે પરિગ્રહ છે કેમ કે રાગાદિથી જ સર્વ દોષ ઉત્પન્ન થાય છે.
૪. તેરમા સૂત્રના “પ્રમત્તયો IIતુ' શબ્દની અનુવૃત્તિ આ સૂત્રમાં પણ છે; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવાન જીવને જેટલા અંશે પ્રમાદ-ભાવ ન હોય તેટલા અંશે અપરિગ્રહીપણું છે. || ૧૭ી.
વ્રતની વિશેષતા
નિ:શન્યો વ્રતા ૨૮ અર્થ -[ વ્રતી ] વ્રતી જીવ [ નિ:શલ્યો ] શલ્યરહિત જ હોય છે.
ટીકા ૧. શલ્ય-શરીરમાં ભોંકાયેલા બાણ, કાંટા વગેરે શસ્ત્રની માફક જે મનમાં બાધા કરે તે શલ્ય છે અથવા આત્માને કાંટાની માફક જે દુઃખ આપે તે શલ્ય છે.
શલ્યના ત્રણ ભેદ છે-મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિદાનશલ્ય. મિથ્યાદર્શનશલ્ય-આત્માના સ્વરૂપની શ્રદ્ધાનો અભાવ તે મિથ્યાદર્શનશલ્ય છે. માયાશલ્ય-છળ, કપટ, ઠગાઈ તે માયાશલ્ય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com