________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ૧૩ ]
[ ૪૬૩
હિસાં-પાપનું લક્ષણ प्रमत्तयोगात्प्राणव्यपरोपणं हिंसा।। १३ ।।
અર્થ:- [ પ્રમત્તયોગાત્] કષાય-રાગ-દ્વેષ અર્થાત્ અયત્નાચાર (અસાવધાની, પ્રમાદ ) ના સંબંધથી અથવા તો પ્રમાદી જીવના મન-વચન-કાયયોગથી [પ્રાળવ્યપરોપળ] જીવના ભાવપ્રાણનો, દ્રવ્યપ્રાણનો, અગર તે બન્નેનો વિયોગ કરવો તે [ હિંસા ] હિંસા છે.
ટીકા
૧. જૈનશાસનનું આ એક મહાસૂત્ર છે; ને તે બરાબર સમજવાની જરૂર છે. આ સુત્રમાં ‘પ્રમત્તયોગાત્' શબ્દ ભાવવાચક છે; તે એમ બતાવે છે કે, પ્રાણોનો વિયોગ થવા માત્રથી હિંસાનું પાપ નથી પણ પ્રમાદભાવ તે હિંસા છે અને તેનાથી પાપ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે- પ્રાણીઓના પ્રાણોથી જુદા થવા માત્રથી હિંસાનો બંધ થતો નથી; જેમ કે ઇર્યાસમિતિવાળા મુનિને તેમના નીકળવાના સ્થાનમાં કોઈ જીવ આવી પડે અને પગના સંયોગથી તે જીવ મરી જાય તો ત્યાં તે મુનિને તે જીવના મૃત્યુના નિમિત્તે જરા પણ બંધ થતો નથી, કેમકે તેમના ભાવમાં પ્રમાદયોગ નથી.
૨. આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામને ઘાતવાવાળો ભાવ તે સંપૂર્ણ હિંસા છે; ખરેખર રાગાદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે અને તે રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે-આવું જૈનશાસ્ત્રનું ટુંકું રહસ્ય છે.
(પુરુષાર્થસિદ્ધિ ઉપાય ગાથા ૪૨-૪૪) ૩. પ્રશ્ન:- જીવ મરે કે ન મરે, તોપણ પ્રમાદ યોગથી (અયત્નાચારથી ) નિશ્ચય હિંસા થાય છે, તો પછી અહીં સૂત્રમાં ‘પ્રાળવ્યપરોપાં’ એ શબ્દ શા માટે વાપર્યો છે?
ઉત્ત૨:- પ્રમાદયોગથી જીવના પોતાના ભાવપ્રાણોનું મરણ અવશ્ય થાય છે. પ્રમાદમાં પ્રવર્તતાં, જીવ પ્રથમ તો પોતાના જ શુદ્ધભાવપ્રાણોનો વિયોગ કરે છે; પછી ત્યાં અન્ય જીવના દ્રવ્ય પ્રાણોનો વિયોગ (વ્યપરોપણ) થાય કે ન થાય, તોપણ પોતાના ભાવપ્રાણોનું મરણ તો અવશ્ય થાય છે–એમ બતાવવા માટે ‘પ્રાળવ્યપરોપગં’ શબ્દ વાપર્યો છે.
૪. જે પુરુષને ક્રોધાદિક કષાય પ્રગટ થાય છે તેને પોતાના શુદ્ધોપયોગરૂપ ભાવપ્રાણોનો ઘાત થાય છે. કષાયના પ્રગટવાથી જીવના ભાવપ્રાણોનું જે વ્ય૫૨ોપણ થાય છે તે ભાવ હિંસા છે અને તે હિંસા વખતે જો સામા જીવના પ્રાણનો વિયોગ થાય તો તે દ્રવ્યહિંસા છે.
૫. આત્મામાં વિભાવ ભાવોની ઉત્પત્તિ થાય તેનું નામ જ ભાવહિંસા છે, -આ જૈન સિદ્ધાંતનું રહસ્ય છે. ધર્મનું લક્ષણ જ્યાં અહિંસા કહ્યું છે ત્યાં ‘રાગાદિવિભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com