SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ૧૧] [ ૪૫૭ વ્રતધારી સમ્યગ્દષ્ટિની ભાવના मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि च सत्त्वगुणाधिक क्लिश्यमानाविनयेषु।। १९।। અર્થ:- [ સત્ત્વેષુ મૈત્રી] પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી-નિર્દેરબુદ્ધિ [ શુધિòવુ પ્રમોવ] અધિક ગુણવાનો પ્રત્યે પ્રમોદ, [વિનશ્યમાનેવુ વાળ્ય ] દુઃખી-રોગી જીવો પ્રત્યે કરુણા [ અવિનયેષુ મધ્યસ્થ્યાનિ ૬] અને હઠાગ્રહી-મિથ્યાદષ્ટિ જીવો પ્રત્યે માધ્યસ્થભાવના- આ ચાર ભાવના અહિંસાદિ પાંચ વ્રતોની સ્થિરતા માટે વારંવાર ચિંતવવી યોગ્ય છે. ટીકા ૧. આ ચાર ભાવના સમ્યગ્દષ્ટિ જીવોને શુભભાવરૂપે હોય છે. આ ભાવના મિથ્યાદષ્ટિને હોતી નથી. કેમ કે તેને વસ્તુસ્વરૂપનો વિવેક નથી. મૈત્રી- બીજાને દુઃખ ન દેવાની ભાવના તે મૈત્રી છે. પ્રમોદ-અધિક ગુણોના ધારક જીવો પ્રત્યે પ્રસન્નતા વગેરેથી અંતરંગ ભક્તિ પ્રગટ થાય તે પ્રમોદ છે. કારુણ્ય-દુ:ખી જીવોને દેખીને તેમના પ્રત્યે કરુણાભાવ થવો તે કારુણ્ય છે. માધ્યસ્થ્ય-જે જીવ તત્ત્વાર્થશ્રદ્ધાથી રહિત છે અને તત્ત્વનો ઉપદેશ દેવાથી ઉલટો ચિડાય છે, તેની પ્રત્યે ઉપેક્ષા રાખવી તે માધ્યસ્થપણું છે. ૨. આ સૂત્રના અર્થની પૂર્ણતા કરવા માટે નીચેના ત્રણમાંથી કોઈ એક વાક્ય ઉમેરવું– ૧. ‘તથૈવર્ણિમ્ ભાવયિતવ્યાનિ’ માટે ભાવવાયોગ્ય છે. = તે અહિંસાદિક પાંચ વ્રતોની સ્થિરતા २. — भावयतः पुर्णान्यहिंसादीनि व्रतानि भवन्ति ' અહિંસાદિક પાંચ વ્રતોની પૂર્ણતા થાય છે. ૩. ‘ તથૈર્યાર્થમ્ માવયેત્’ = તે પાંચ વ્રતોની દઢતા માટે ભાવના કરે. [જુઓ, સર્વાર્થસિદ્ધિ અ. ૭. પાનું-૨૯ ] ૩. ‘ જ્ઞાનીઓને અજ્ઞાની જીવો પ્રત્યે દ્વેષ હોતો નથી, પણ કરુણા હોય છે; આ સંબંધમાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ત્રીજી ગાથામાં કહ્યું છે કે = આ ભાવના ભાવવાથી કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. ૩. Please inform us of any errors on [email protected]
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy