________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૬. સૂત્ર ૧૧ ]
[ ૪૦૯ [ શો તાપ સીન્દ્રના વધ પરિવેવનાનિ] દુ:ખ, શોક, તાપ, આકંદન, વધ અને પરિદેવના તે [ગસ વેચ] અસતાવેદનીય કર્મીઆસ્રવનાં કારણો છે.
ટીકા
૧. દુઃખ-પીડારૂપ પરિણામવિશેષને દુઃખ કહે છે.
શોક- પોતાને લાભદાયક લાગતા પદાર્થનો વિયોગ થતાં વિકળતા થવી તે શોક છે.
તાપ- સંસારમાં પોતાની નિંદા વગેરે થતાં પશ્ચાત્તાપ થવો તે તાપ છે. આકંદન- પશ્ચાત્તાપથી અશ્રુપાત કરીને રોવું તે આકંદન છે. વધ-પ્રાણોનો વિયોગ કરવો તે વધ છે.
પરિદેવના-સંકલેશ પરિણામોના આલંબને એવું રૂદન કરવું કે જેથી સાંભળનારના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ જાય તે પરિદેવના છે.
શોક, તાપ વગેરે જો કે દુ:ખના જ ભેદો છે, તોપણ દુઃખની જાતિઓ બતાવવા માટે આ ભેદો બતાવ્યા છે.
૨. પોતાને, પરને કે બન્નેને એક સાથે દુઃખ, શોકાદિ ઉત્પન્ન કરે તે અસતાવેદનીય કર્મના આસ્રવનું કારણ થાય છે.
પ્રશ્ન- જો દુઃખાદિક પોતામાં, પરમાં કે બન્નેમાં સ્થિત થવાથી અસાતાદેવનીય કર્મના આસ્રવનું કારણ થાય છે તો અઠુત્તમતને માનનારા જીવો કેશ-લોંચ, અનશનતપ, આતપસ્થાન વગેરે દુઃખના નિમિત્તો પોતામાં કરે છે અને બીજાને પણ તેવો ઉપદેશ આપે છે તો તેથી તેમને પણ અસતાવેદનીય કર્મનો આસ્રવ થશે?
ઉત્તર:- ના, એ દૂષણ નથી. અંતરંગ ક્રોધાદિક પરિણામોના આવેશપૂર્વક પોતાને, પરને કે બન્નેને દુઃખાદિ આપવાના ભાવ હોય તો જ તે અસાત્તાવેદનીય કર્મના આસ્રવનું નિમિત્ત થાય છે- આ વિશેષ કથન ધ્યાનમાં રાખવું. ભાવાર્થ એ છે કે-અંતરંગ ક્રોધાદિને વશ થવાથી આત્માને જે દુઃખ થાય છે તે દુઃખ કેશલોચ, અનશનતપ કે આતાપયોગ વગેરે ધારણ કરવામાં સમ્યગ્દષ્ટિ મુનિને થતું નથી, માટે તેનાથી તેમને અસતાવેદનીયનો આસ્રવ થતો નથી, તે તો તેમના શરીર પ્રત્યેનો વૈરાગ્યભાવ છે.
આ વાત દષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છે:
દષ્ટાંતઃ- જેમ કોઈ દયાના અભિપ્રાયવાળા અને શલ્યરહિત વૈદ્ય સંયમી પુરુષના ફોડલાને કાપવા કે ચીરવાનું કામ કરે અને તે પુરુષને દુઃખ થાય છતાં તે બાહ્ય નિમિત્તમાત્રના કારણે પાપબંધ થતો નથી, કેમ કે વૈધના ભાવ તેને દુઃખ આપવાના નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com