________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
અ. ૬ સૂત્ર ૧૦ ]
[ ૪૦૭
નિતવઃ- વસ્તુસ્વરૂપના જ્ઞાનાદિનું છૂપાવવું-જાણતો હોવા છતાં હું નથી જાણતો એમ કહેવું તે ચિહ્નવ છે.
માત્સર્યઃ- વસ્તુસ્વરૂપને જાણતાં છતાં ‘જો હું આને કહીશ તો તે પંડિત થઈ જશે ’ એમ વિચારી કોઈને ન ભણાવવો તે માત્સર્ય છે.
અંતરાયઃ- સાચા જ્ઞાનની પ્રાપ્તિમાં વિઘ્ર નાખવું તે અંતરાય છે.
આસાદન:- ૫૨ દ્વારા પ્રકાશ થવાયોગ્ય જ્ઞાનને રોકવું તે આસાદન છે.
ઉપઘાતઃ- સત્ય, યથાર્થ પ્રશસ્ત જ્ઞાનમાં દોષ લગાડવો અથવા પ્રશંસવા લાયક જ્ઞાનને દૂષણ લગાડવું તે ઉપઘાત છે.
આ સૂત્રમાં ‘તત્' નો અર્થ ‘જ્ઞાન-દર્શન’ થાય છે.
ઉપર કહેલા છ દોષો જો જ્ઞાનસંબંધી હોય તો જ્ઞાનાવરણનું નિમિત્ત છે અને જો દર્શનસંબંધી હોય તો દર્શનાવરણનું નિમિત્ત છે.
૨. આ સૂત્રમાં જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્મના આસવના જે છ કારણો કહ્યાં છે તે ઉપરાંત જ્ઞાનાવરણ માટેનાં વિશેષ કા૨ણો જે તત્ત્વાર્થસા૨ના ચોથા અધ્યાયની
૧૩ થી ૧૬ ગાથામાં નીચે મુજબ આપ્યા છે
(૭) તત્ત્વોનું ઉત્સૂત્ર કથન કરવું,
(૮) તત્ત્વનો ઉપદેશ સાંભળવામાં અનાદર કરવો,
(૯) તત્ત્વનો ઉપદેશ સાંભળવામાં આળસ રાખવી,
(૧૦) લોભબુદ્ધિએ શાસ્ત્રો વેચવાં,
(૧૧) પોતાને બહુશ્રુત માનીને અભિમાનથી મિથ્યા ઉપદેશ આપવો,
(૧૨) અધ્યયન માટે જે સમયનો નિષેધ છે તે સમયે (અકાળમાં ) શાસ્ત્ર
ભણવાં,
(૧૩) સાચા આચાર્ય તથા ઉપાધ્યાયથી વિરુદ્ધ રહેવું,
(૧૪) તત્ત્વોમાં શ્રદ્ધા ન રાખવી,
(૧૫ ) તત્ત્વોનું અનુચિંતન ન કરવું,
(૧૬) સર્વજ્ઞ ભગવાનના શાસનના પ્રચારમાં બાધા નાખવી,
(૧૭) બહુશ્રુતજ્ઞાનીઓનું અપમાન કરવું,
(૧૮) તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવામાં શઠતા કરવી.
૩. અહીં તાત્પર્ય એ છે કે જે કામો કરવાથી પોતાના તથા બીજાના તત્ત્વજ્ઞાનમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com