________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪OO ]
[ મોક્ષશાસ્ત્ર ભાવેન્દ્રિયના ઉપયોગમાં તે નિમિત્ત થાય. “ઇન્દ્રિય” નો અર્થ ભાવેન્દ્રિય દ્રવ્ય ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો-એમ થાય છે, એ ત્રણે યો છે; જ્ઞાયક આત્મા સાથે તેઓના એકત્વની માન્યતા છે (મિથ્યાત્વભાવ) શેયજ્ઞાયકસંકરદોષ છે.
(જુઓ, શ્રી સમયસાર ગાથા ૩૧. ટીકા પા. ૫૭-૫૮) કષાય-રાગ-દ્વેષરૂપ આત્માની પ્રવૃત્તિ તે કષાય છે. તે પ્રવૃત્તિ તીવ્ર અને મંદ એમ બે પ્રકારની હોય છે.
અવ્રત- હિંસા, જૂ ઠું, ચોરી, મૈથુન અને પરિગ્રહ-એમ પાંચ પ્રકારનાં અવ્રત છે.
૨. ક્રિયા:- આત્માના પ્રદેશોના પરિસ્પંદનરૂપ યોગ તે ક્રિયા છે; તેમાં મન, વચન અને કાયા નિમિત્ત હોય છે. આ ક્રિયા સકષાય યોગમાં દશમા ગુણસ્થાન સુધી હોય છે. પદ્ગલિક મન, વચન કે કાયાની કોઈ પણ ક્રિયા આત્માની નથી અને તે આત્માને લાભકારક કે નુકશાનકારક નથી. આત્મા જ્યારે સકષાય યોગરૂપે પરિણમે અને નવાં કર્મોનો આસ્રવ થાય ત્યારે આત્માનો સકષાય યોગ તે પુદ્ગલ-આસ્રવમાં નિમિત્ત છે અને પુદ્ગલ પોતે તે આસ્રવનું ઉપાદાનકારણ છે, ભાવાન્સવનું ઉપાદાનકારણ આત્માની તે તે અવસ્થાની લાયકાત છે અને નિમિત્ત જપૂના કર્મોનો ઉદય છે.
૩. પચીસ પ્રકારની ક્રિયાનાં નામ તથા તેના અર્થ [ નોંધ- પચીસ પ્રકારની ક્રિયાના વર્ણનમાં ‘ક્રિયા' નો અર્થ ઉપર નં. ર માં કહ્યો તે પ્રમાણે કરવો – અર્થાત્ આત્માના પ્રદેશોની પરિસ્પંદનરૂપ ક્રિયા- એમ કરવો.]
(૧) સમ્યકત્વ ક્રિયા:- ચૈત્ય, ગુરુ, પ્રવચનની પૂજા વગેરે કાર્યોથી સમ્યકત્વની વૃદ્ધિ થાય છે તેથી તે સમ્યકત્વક્રિયા છે. અહીં મન, વચન, કાયાની જે ક્રિયા થાય છે તે સમ્યકત્વી જીવને શુભભાવમાં નિમિત્ત છે; તેઓ શુભભાવને ધર્મ માનતા નથી, તેથી તે માન્યતાની દઢતા વડે તેમને સમ્યકત્વની વૃદ્ધિ થાય છે; માટે તે માન્યતા આસ્રવ નથી, પણ જે સકષાય (શુભભાવસહિત) યોગ છે તે ભાવઆસ્રવ છે; દ્રવ્યકર્મના આસ્રવમાં તે સકષાયયોગ માત્ર નિમિત્તકારણ છે.
(૨) મિથ્યાત્વ ક્રિયા:- કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રનાં સ્તવનાદિરૂપ મિથ્યાત્વના કારણવાળી ક્રિયામાં અભિરુચિ તે મિથ્યાત્વ ક્રિયા છે.
(૩) પ્રયોગ ક્રિયા:- હાથ, પગ વગેરે ચલાવવાના ભાવરૂપ ક્રિયા તે પ્રયોગ ક્રિયા છે.
(૪) સમાદાન ક્રિયા- સંયમી પુરુષનું અસંયમ સન્મુખ થવું તે સમાદાન ક્રિયા છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com