________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૮ ]
| [ મોક્ષશાસ્ત્ર ઉત્તર:- આ સૂત્રમાં કહેલી તત્ત્વદષ્ટિથી જોતાં એ માન્યતા ભૂલ ભરેલી છે; શુભભાવથી પુણ્યનો બંધ થાય છે, બંધ તે સંસાર છે, અને સંવરપૂર્વક નિર્જરા તે ધર્મ છે. જો શુભભાવથી પાપની નિર્જરા મ માનીએ તો તે (શુભભાવ) ધર્મ થયો; ધર્મથી બંધ કેમ થાય? માટે શુભભાવથી જૂનાં પાપકર્મની નિર્જરા થાય (આત્મપ્રદેશથી પાપકર્મ ખરી જાય) –એ માન્યતા સાચી નથી. નિર્જરા શુદ્ધભાવથી જ થાય છે એટલે કે તત્ત્વદષ્ટિ વગર સંવર પૂર્વક નિર્જરા થાય નહિ.
૮. ત્રીજા સૂત્રનો સિદ્ધાંત શુભભાવ અને અશુભભાવ બન્ને કષાય છે, તેથી તે સંસારનું કારણ છે. શુભભાવ વધતાં વધતાં તેનાથી શુદ્ધભાવ થાય જ નહિ. જ્યારે શુદ્ધના લક્ષે શુભ ટાળે ત્યારે શુદ્ધતા થાય. જેટલા અંશે શુદ્ધતા પ્રગટે તેટલા અંશે ધર્મ છે. શુભ કે અશુભમાં ધર્મનો અંશ પણ નથી એમ માનવું તે યથાર્થ છે; તે માન્યતા કર્યા વિના સમ્યગ્દર્શન કદી થાય નહિ. શુભયોગ તે સંવર છે એમ કેટલાક માને છે-તે અસત્ય છે એમ બતાવવા આ સૂત્રમાં બન્ને યોગને સ્પષ્ટપણે આસ્રવ કહ્યા છે. || ૩ાા આસવ સર્વે સંસારીઓને સમાન ફળનો હેતુ થાય છે કે તેમાં
વિશેષતા છે તેનો ખુલાસો सकषायाकषाययोः साम्परायिकेर्यांपथयोः।। ४ ।। અર્થ- [સાય સામ્પરા]િ કષાયસહિત જીવને સંસારના કારણરૂપ કર્મનો આસ્રવ થાય છે અને [ કષાયસ્થ ર્ફર્યાપથ ] કષાયરહિત જીવને સ્થિતિરહિત કર્મનો આસ્રવ થાય છે.
ટીકા ૧. કષાયનો અર્થ મિથ્યાદર્શનરૂપ-ક્રોધાદિ થાય છે. સમ્યગ્દષ્ટિ જીવોને મિથ્યાદર્શનરૂપ કપાય હોતો નથી એટલે સમ્યગ્દષ્ટિ જીવોને લાગુ પડતો કષાયનો
અર્થ “પોતાની નબળાઈથી થતા ક્રોધ-માન-માયા-લોભ વગેરે' એવો સમજવો. મિથ્યાદર્શન એટલે આત્માના સ્વરૂપની મિથ્યામાન્યતા-ઊંધી માન્યતા.
૨. સામ્પરાયિક આસવ- આ આસ્રવ સંસારનું જ કારણ છે. મિથ્યાત્વભાવરૂપ આસ્રવ અનંત સંસારનું કારણ છે; મિથ્યાત્વનો અભાવ થયા પછી થતો ભાવાગ્નવ અલ્પ સંસારનું કારણ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com