________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૭૬ ]
[ મોક્ષશાસ્ત્ર પાંચ દ્રવ્યોથી ખાલી છે તેને “અલોકાકાશ' કહેવાય છે. “ખાલી જગ્યા” કહેવાય છે તેનો અર્થ “એકલું આકાશ'- એવો થાય છે.
૬. કાળ-અસંખ્ય કાળ દ્રવ્યો છે. આ લોકના અસંખ્ય પ્રદેશો છે; તે દરેક પ્રદેશ ઉપર એક એક કાળ દ્રવ્ય રહેલું છે. અસંખ્ય કાળાણુઓ છે તે બધાય એક બીજાથી છૂટા છે. વસ્તુમાં રૂપાંતર ( ફેરફાર) થવામાં નિમિત્તરૂપ આ દ્રવ્ય ઓળખાય છે.
આ છ દ્રવ્યોને સર્વજ્ઞ સિવાય કોઈ પણ પ્રત્યક્ષ જાણી શકે નહિ. સર્વજ્ઞદવે જ આ છ દ્રવ્યો જાણ્યાં છે અને તેમણે જ તેનું સાચું સ્વરૂપ કહ્યું છે, તેથી સર્વજ્ઞના સત્ય માર્ગ સિવાય અન્ય કોઈ જગ્યાએ છ દ્રવ્યોનું સ્વરૂપ હોઈ શકે જ નહિ; કેમ કે બીજા અપૂર્ણ જીવો તે દ્રવ્યોને જાણી શકે નહિ; માટે છ દ્રવ્યના સ્વરૂપની સાચી સમજણ કરવી જોઈએ.
ટોપી ઉપરથી છ દ્રવ્યોની સિદ્ધિ જાઓ, આ લુગડાની ટોપી છે; તે અનંત પરમાણુઓ ભેગા થઈને બનેલી છે અને તે ફાટી જતાં પરમાણુઓ છૂટા થાય છે. આ રીતે ભેગા થવું અને છૂટા થવું એવો પુદગલનો સ્વભાવ છે; વળી આ ટોપી સફેદ છે, બીજી કોઈ કાળી, રાતી વગેરે રંગની ટોપી પણ હોય છે; રંગ એ પુદ્ગલ દ્રવ્યનું ચિહ્ન છે, તેથી જે નજરે દેખાય છે તે પુદ્ગલ દ્રવ્ય છે ૧. “આ ટોપી છે પણ ચોપડી નથી' એમ જાણનાર જ્ઞાન છે અને જ્ઞાન તે જીવનું ચિહ્ન છે તેથી જીવ પણ સિદ્ધ થયો. ૨. હવે વિચારીએ કે ટોપી ક્યાં રહેલી છે? જો કે નિશ્ચયથી તો ટોપી ટોપીમાં જ છે, પરંતુ ટોપી ટોપીમાં જ છે એમ કહેવાથી ટોપીનો બરાબર ખ્યાલ ન આવી શકે, તેથી નિમિત્ત તરીકે “અમુક જગ્યામાં ટોપી રહેલી છે” એમ ઓળખાવાય છે. “જગ્યા” કહેવાય છે તે આકાશદ્રવ્યનો અમુક ભાગ છે. આ રીતે આકાશદ્રવ્ય સિદ્ધ થયું ૩. હવે આ ટોપી બેવડી વળે છે. ટોપી જ્યારે સીધી હતી ત્યારે આકાશમાં હતી અને બેવડી છે ત્યારે પણ આકાશમાં જ છે, તેથી આકાશના નિમિત્ત વડે ટોપીનું બેવડાપણું ઓળખી શકાતું નથી. તો પછી ટોપીની બેવડી થવાની ક્રિયા થઈ એટલે કે પહેલાં તેનું ક્ષેત્ર લાંબુ હતું, હવે તે ટૂંકા ક્ષેત્રમાં રહેલી છે-આ રીતે ટોપી ક્ષેત્રમંતર થઈ છે અને તે ક્ષેત્રમંતર થવામાં જે વસ્તુ નિમિત્ત છે તે ધર્મદ્રવ્ય છે. ૪. હવે ટોપી વળાંકરૂપે સ્થિર પડી છે, તો સ્થિર પડી છે એમાં તેને કોણ નિમિત્ત છે? આકાશ દ્રવ્ય તો માત્ર જગ્યા આપવામાં નિમિત્ત છે ટોપી ચાલે કે સ્થિર રહે તેમાં આકાશનું નિમિત્ત નથી;
જ્યારે ટોપીએ સીધી દશામાંથી વાંકી દશારૂપે થવા માટે ગમન કર્યું ત્યારે ધર્મદ્રવ્યનું નિમિત્ત હતું; તો હવે સ્થિર રહેવાની ક્રિયામાં તેના કરતાં વિરુદ્ધ નિમિત્ત જોઈએ. ગતિમાં ધર્મદ્રવ્ય નિમિત્ત હતું હવે સ્થિર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com