________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. પ ઉપસંહાર ]
[ ૩૭૧ જો આકાશ દ્રવ્યને માનવામાં ન આવે તો દ્રવ્યમાં સ્વક્ષેત્રપણું રહેશે નહિ અને ઉપર-નીચે-અહીં-ત્યાં એમ નિમિત્તનું જ્ઞાન કરાવનારાં સ્થળ રહેશે નહિ. અપૂર્ણ પ્રાણીને નિમિત્ત દ્વારા જ્ઞાન કરાવ્યા વિના ઉપાદાન અને નિમિત્ત બન્નેનું સાચું જ્ઞાન તે કરી શકતો નથી એટલું જ નહિ પણ ઉપાદાનને જે નહિ માને તે નિમિત્તને પણ માની શકશે નહિ અને નિમિત્તને નહિ માને તે ઉપાદાનને માની શકશે નહિ. બન્નેને યથાર્થપણે માન્યા વગર જ્ઞાન સાચું થઈ શકશે નહિ; એ રીતે ઉપાદાન અને નિમિત્ત બન્નેને શૂન્યરૂપે એટલે કે નહિ હોવારૂપે માનવું પડશે અને એ રીતે બધા પદાર્થોને શૂન્યપણું આવશે, પરંતુ તેમ બની શકે જ નહિ.
૩. કાળની સિદ્ધિ-૪. દ્રવ્ય કાયમ રહીને એક અવસ્થા છોડીને બીજી અવસ્થારૂપે થાય છે, તેને વર્તના-વર્તવું કહેવામાં આવે છે. હવે આ વર્તનામાં તે વસ્તુની નિશક્તિ ઉપાદાનકારણ છે; કેમ કે પોતામાં તે શક્તિ ન હોય તો પોતે પરિણમે નહિ. હવે કોઈ પણ કાર્ય માટે બે કારણો સ્વતંત્રપણે સ્વયં હોય છે, એમ આગળ સિદ્ધ કર્યું છે; તેથી નિમિત્તકારણ સંયોગરૂપે હોવું જોઈએ. માટે તે વર્તનામાં નિમિત્તકારણ એક વસ્તુ છે. તે વસ્તુને “કાળ' કહેવામાં આવે છે. વળી નિમિત્તઅનુકૂળ હોય છે. નાનામાં નાનું દ્રવ્ય એક રજકણ છે તેથી તેને અનુકૂળ નિમિત્ત પણ એક રજકણ જેવડું જોઈએ. માટે કાલાણું એક પ્રદેશી છે એમ સિદ્ધ થયું.
પ્રશ્ન- કાળદ્રવ્યને અણુપ્રમાણ ન માનીએ અને મોટું માનીએ તો શું દોષ આવે?
ઉત્તર:- તે અણુને પરિણમન થવામાં નાનામાં નાનો વખત (કાળ) નહિ લાગતાં વધારે વખત લાગશે અને પરિણમનશક્તિને વધારે વખત લાગે તો નિશક્તિ ન કહેવાય. વળી નાનામાં નાનો કાળ સમય જેવડો નહિ થતાં કાળદ્રવ્ય મોટું હોય તો તેનો પર્યાય મોટો થાય. એ રીતે બે સમય, બે કલાક ક્રમે ક્રમે નહિ થતાં એકીસાથે થશે કે જે બની શકે નહિ. સમય ક્રમે ક્રમે થતાં કાળ ગમે તેટલો લાંબો ગણીએ તે જુદી વાત છે, પણ એકીસાથે લાંબો કાળ હોઈ શકે નહિ. જો એમ હોય તો કોઈ પણ વખતની ગણતરી થઈ શકે નહિ.
પ્રશ્ન- કાળદ્રવ્ય એક પ્રદેશ કરતાં મોટું નથી એમ સિદ્ધ થયું, પણ કાલાણુઓ આખા લોકમાં છે એમ શા માટે માનવું?
ઉત્તર- જગતમાં આકાશના એકે એક પ્રદેશ ઉપર એક એક પુદ્ગલ પરમાણુ અને તેટલા જ ક્ષેત્રને રોકતા સૂક્ષ્મ પુદગલ સ્કંધો છે, અને તેમના પરિણમનમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com