________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૪ ]
[ મોક્ષશાસ્ત્ર તેના નિરાકરણ માટે પાંચમું સૂત્ર કહ્યું હતું અને આ સૂત્ર તો પુદ્ગલોનું સ્વરૂપ બતાવવા માટે કહ્યું છે.
(૬) આ અધ્યાયના પાંચમા સૂત્રની ટીકા અહીં વાંચવી.
(૭) વિદારણાદિ કારણે જે તૂટ-ફૂટે છે તથા સંયોગના કારણે જે વધે છેઉપસ્થિત થાય છે તેને પુદ્ગલના સ્વભાવના જ્ઞાતા જિનેન્દ્ર પુદ્ગલ કહે છે.
(જુઓ, તત્ત્વાર્થસાર અધ્યાય. ૩. ગાથા ૫૫) (૮) પ્રશ્ન- લીલો રંગ કેટલાક રંગોના મેળાપથી થાય છે માટે રંગના જે પાંચ ભેદ બતાવ્યા છે તે મૂળ ભેદ કેમ ઠરે?
ઉત્તર- મૂળ સત્તાની અપેક્ષાએ આ ભેદો કહેવામાં આવ્યા નથી પણ પરસ્પર સ્થૂળ અંતરની અપેક્ષાએ કહ્યા છે. રસાદિ સંબંધમાં એમ જ સમજવું. રંગ વગેરેની નિયત સંખ્યા નથી. (તત્ત્વાર્થસાર પા. ૧૫૮.) IT ૨૩ાા
પુદ્ગલના પર્યાય शब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थानभेदतमश्छायातपाद्योतवन्तश्च ।। २४ ।।
અર્થ - ઉક્ત લક્ષણવાળા પુદ્ગલ [ શબ્દ ] શબ્દ, [ વન્ય] બંધ, [ સૌન્ચ] સૂક્ષ્મતા, [સ્થૌલ્ય] સ્થૂળતા, [ સંરથાન] સંસ્થાન (આકાર), [ ] ભેદ, [ તમન્] અંધકાર, [છાયા] છાયા, [માતા] આતપ અને [૩ઘોલવન્ત: ] ઉધોતાદિવાળાં પણ હોય છે અર્થાત્ તે પણ પુલના પર્યાયો છે.
ટીકા (૧) આ અવસ્થાઓમાંથી કેટલીક પરમાણુ અને સ્કંધ બન્નેમાં હોય છે, કેટલીક સ્કંધમાં હોય છે.
(૨) શબ્દ બે પ્રકારે છે–ભાષાત્મક અને અભાષાત્મક. તેમાંથી ભાષાત્મક બે પ્રકારે છે-અક્ષરરૂપ અને અનક્ષરરૂપ. તેમાં અક્ષરરૂપ ભાષા સંસ્કૃત અને દેશભાષારૂપ છે. તે બન્ને શાસ્ત્રને પ્રગટ કરનારી તથા મનુષ્યને વ્યવહારનું કારણ છે. અનક્ષરરૂપ ભાષા બે ઇન્દ્રિયથી ચાર ઇન્દ્રિયવાળા તથા કેટલાક પંચેન્દ્રિય જીવોને હોય છે તે અને અતિશયરૂપ જ્ઞાનને પ્રકાશવાનું કારણ કેવળી ભગવાનનો દિવ્યધ્વનિ-એ સમસ્ત અનક્ષરાત્મક ભાષા છે; પુરુષ નિમિત્ત છે તેથી તે પ્રાયોગિક છે.
અભાષાત્મક શબ્દ પણ બે પ્રકારે છે-એક પ્રાયોગિક, બીજો વૈઋસિક. જે શબ્દ ઊપજવામાં પુરુષ નિમિત્ત હોય તે પ્રાયોગિક છે; પુરુષની અપેક્ષા રહિત સ્વાભાવિકપણે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com