________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૭] જ્ઞાનશક્તિ, જ્ઞાયકપ્રમાણ જ્ઞાન તથા યથાનુભવ પ્રમાણ સ્વરૂપાચરણ ચારિત્ર, એ જ્ઞાતાનું સામર્થ્ય છે.”
“ આ વાર્તાનો વિસ્તાર ક્યાં સુધી લખીએ-ક્યાં સુધી કહીએ? આ તો વચનાતીત, ઇન્દ્રિયાતીત, જ્ઞાનાતીત છે, માટે આ વિચારને વધારે શું લખીએ. જે જ્ઞાતા હશે તે તો થોડું લખ્યું ઘણું સમજશે અને જે અજ્ઞાની હશે તે આ ચિઠ્ઠી સાંભળશે ખરો, પરંતુ સમજશે નહીં. આ વચનિકા યથાયોગ્ય સુમતિ પ્રમાણે કેવળીના વચનાનુસાર છે. જે કોઈ આને સાંભળશે, સમજશે, શ્રદ્ધશે તેનું કલ્યાણ થશે અને તે જ ખરેખર ભાગ્યશાળી છે. ઇતિ પરમાર્થ વચનિકા.”
(૨૧) સમાજમાં આત્મજ્ઞાન વિષયમાં અપૂર્વ જિજ્ઞાસા અને જાગૃતિ
૧. જેને સત્યની તરફ ચિ થઈ રહી છે, જે સત્યતત્ત્વને સમજવાનો અને નિર્ણય કરવાનો ઇચ્છુક છે તેવો સમાજ મધ્યસ્થતાથી શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીને નયાર્થ, અનેકાન્ત, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર બન્ને નયોની સાચી વ્યાખ્યા અને પ્રયોજન તથા મોક્ષમાર્ગનું બે પ્રકારથી નિરૂપણ, હેય-ઉપાદેય અને પ્રત્યેક દ્રવ્યના પર્યાયોની પણ સ્વતંત્રતા, કેવળજ્ઞાન અને ક્રમબદ્ધ પર્યાય વગેરે પ્રયોજનભૂત વિષયોમાં ઉત્સાહપૂર્વક અભ્યાસ કરી રહ્યો છે અને તત્ત્વનિર્ણયના વિષયમાં સમાજમાં ખાસ વિચારોની પ્રવાહધારા ચાલી રહી છે એમ નીચેના આધાર ઉપરથી પણ સિદ્ધ થાય છે.
૨. શ્રી ભારત. દિ. જૈન સંઘ (મથુરા) તરફથી ઇ. સ. ૧૯૪૪માં પ્રકાશિત મોક્ષમાર્ગ પ્રકાશક (પં. ટોડરમલ્લજી) ની પ્રસ્તાવના પા. ૯માં શાસ્ત્રીજીએ કહ્યું છે કે
આજ સુધી શાસ્ત્ર-સ્વાધ્યાય અને પારસ્પરિક ચર્ચાઓમાં એકાન્ત નિશ્ચયી અને એકાન્ત વ્યવહારીને જ મિથ્યાષ્ટિ કહેતા સાંભળતાં આવ્યા છીએ, પરંતુ બન્ને નયોનું અવલંબન કરનાર પણ મિથ્યાદષ્ટિ હોઈ શકે છે. આ આપની (સ્વ. પં. ટોડરમલ્લજીની) નવી અને વિશેષ ચર્ચા છે. એવા મિથ્યાષ્ટિઓના સૂક્ષ્મ ભાવોનું વિશ્લેષણ કરતાં આપે અનેક અપૂર્વ વાતો જણાવી છે. ઉદાહરણ માટે-આપે એ વાતનું ખંડન કર્યું છે કે મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહારરૂપ બે પ્રકારનો છે. ત્યાં તેઓ લખે છે કે આ માન્યતા નિશ્ચય-વ્યવહારાવલંબી મિથ્યાષ્ટિઓની છે. વાસ્તવમાં પાઠક જઈ શકશે કે જે લોકો નિશ્ચયસમ્યગ્દર્શન, વ્યવહારસમ્યગ્દર્શન, નિશ્ચયરત્નત્રય, વ્યવહારરત્નત્રય, નિશ્ચયમોક્ષમાર્ગ, વ્યવહારમોક્ષમાર્ગ વગેરે ભેદોની રાત-દિવસ ચર્ચાઓ કરે છે તેમની માન્યતાથી પંડિતજીની માન્યતા કેટલી ભિન્ન છે? એ જ પ્રમાણે આગળ તેઓએ લખ્યું છે કે “નિશ્ચય અને વ્યવહાર બન્નેને ઉપાદેય માનવા તે પણ ભ્રમ છે, કારણ કે બને નયોનું સ્વરૂપ તો પરસ્પર વિરુદ્ધ છે. માટે બને નયોનું ઉપાદેયપણું બનતું નથી.” અત્યાર સુધી તો અમારી એ જ ધારણા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com