________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૬ ]
[ મોક્ષશાસ્ત્ર જીવનું અવગાહન લોકના અસંખ્યાતમા ભાગમાં કઈ રીતે છે?
प्रदेशसंहारविसर्पाभ्यां प्रदीपवत्।।१६।। અર્થ- [પ્રવીપવ7] દીપકના પ્રકાશની માફક [પ્રવેશસંદ૨વિસમ્માન્] પ્રદેશના સંકોચ અને વિસ્તાર દ્વારા જીવ લોકાકાશના અસંખ્યાતાદિક ભાગોમાં રહે છે.
ટીકા (૧) જેમ એક મોટા મકાનમાં દીપક રાખવાથી તેનો પ્રકાશ સમસ્ત મકાનમાં ફેલાઈ જાય છે અને તે જ દીપકને એક નાના ઘડામાં રાખવાથી તેનો પ્રકાશ તેમાં સંકુચિત થાય છે; તેમ જીવ પણ મોટું કે નાનું જે શરીર પામે છે તેમાં તેટલો જ વિસ્તૃત કે સંકુચિત થઈ રહી જાય છે, પરંતુ કેવળીના પ્રદેશો સમુદ્યાત અવસ્થામાં સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત થઈ જાય છે અને સિદ્ધ અવસ્થામાં અંતિમ શરીરથી કંઈક ન્યૂન રહે છે.
(૨) મોટામાં મોટું શરીર સ્વયંભૂરમણ સમુદ્રના મહામચ્છનું છે કે જે ૧OOO યોજન લાવ્યું છે. નાનામાં નાનું શરીર (-અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ) લબ્ધપર્યાપક સૂક્ષ્મ નિગોદનું છે કે જે એક શ્વાસમાં અઢાર વખત જન્મે છે તથા મરે છે.
(૩) જીવ સ્વભાવથી અમૂર્તિક છે પણ અનાદિથી કર્મ સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ છે અને એ રીતે નાનાં-મોટાં શરીર સાથે જીવને સંબંધ રહે છે. શરીરને અનુસાર જીવના પ્રદેશોનો સંકોચ-વિસ્તાર થાય છે, એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે.
(૪) પ્રશ્ન:- ધર્માદિક છયે દ્રવ્યોને પરસ્પર પ્રદેશોનું અનુપ્રવેશન હોવાથી એકતા પ્રાપ્ત થાય છે કે કેમ?
ઉત્તર- તેમને એકતા પ્રાપ્ત થતી નથી. પરસ્પર અત્યંત મિલાપ થવા છતાં પણ દ્રવ્યો પોતપોતાના સ્વભાવને છોડતા નથી. કહ્યું છે કે – “છયે દ્રવ્યો પરસ્પર પ્રવેશ કરે છે, એકબીજાને અવકાશ આપે છે અને નિત્ય મેળાપ હોવા છતાં પોતપોતાના સ્વભાવને છોડતાં નથી” [ પંચાસ્તિકાય ગાથા ૭]. દ્રવ્યો પલટી પરસ્પર એક થાય નહિ, કેમ કે તેમાં પ્રદેશે ભેદ છે, સ્વભાવે ભેદ છે અને લક્ષણે ભેદ છે.
(૫) ૧૨ થી ૧૬ સુધીનાં સૂત્રો દ્રવ્યોના અવગાહ સંબંધમાં સામાન્યવિશેષાત્મક એટલે કે અનેકાંતસ્વરૂપને કહે છે. || ૧૬IT
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com