________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૮ ]
[ મોક્ષશાસ્ત્ર ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન. આ અર્થમાંથી છેલ્લો અર્થ અહીં લાગુ પડે છે. કાલદ્રવ્ય પણ ક્ષેત્રગમનાગમનરહિત છે, પણ અહીં તે જણાવેલ નથી કેમ કે પહેલા સૂત્રમાં કહેલાં ચાર દ્રવ્યો પૂરતો વિષય ચાલે છે, જીવ અને કાળનો વિષય ચાલતો નથી. અણુ અને સ્કંધ બને દશાઓ વખતે પુદ્ગલદ્રવ્ય ગમન કરે છે અર્થાત્ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન કરે છે તેથી તેને અહીં બાતલ કરેલ છે. આ સૂત્રમાં ત્રણ દ્રવ્યોમાં ક્રિયાની નાસ્તિ જણાવી અને બાકી રહેલ પુદ્ગલ દ્રવ્યમાં ક્રિયા-હુલનચલનની અતિ જણાવીને અનેકાંત સિદ્ધાંત પ્રમાણે ક્રિયાનું સ્વરૂપ સિદ્ધ કર્યું.
(૨) ઉત્પાદ-વ્યયરૂપ ક્રિયા દરેક દ્રવ્યમાં સમયે સમયે હોય છે, તે આ દ્રવ્યોમાં પણ છે એમ સમજવું.
(૩) દ્રવ્યોમાં ભાવવતી તથા ક્રિયાવતી એમ બે પ્રકારની શક્તિઓ છે; તેમાં ભાવવતી શક્તિ બધાં દ્રવ્યોમાં છે અને તેથી તે શક્તિનું પરિણમન-ઉત્પાદ-વ્યય દરેક દ્રવ્યમાં દ્રવ્યપણું ટકીને થાય છે. ક્રિયાવતી શક્તિ જીવ અને પુદગલ એ બે જ દ્રવ્યોમાં છે; તે બન્ને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જાય છે, પણ તેમાં વિશિષ્ટતા એટલી છે કે જીવ વિકારી હોય ત્યારે અને સિદ્ધગતિમાં જતી વખતે ક્રિયાવાન બને છે અને સિદ્ધગતિમાં તે સ્થિરપણે રહે છે. (સિદ્ધગતિમાં જતી વખતે જીવ એક સમયમાં સાત રાજુ જાય છે). સૂક્ષ્મ પુદગલો પણ શીધ્ર ગતિએ એક સમયમાં ચૌદ રાજલોક જાય છે એટલે પુગલમાં મુખ્યપણે હલન-ચલનરૂપ ક્રિયા છે, જ્યારે જીવદ્રવ્યમાં સંસારી અવસ્થામાં કોઈ કોઈ વખતે હલન-ચલનરૂપ ક્રિયા થાય છે.
ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને એક જીવદ્રવ્યના પ્રદેશોની સંખ્યા
असंख्येयाः प्रदेशाः धर्माधर्मैकजीवानाम्।।८।। અર્થ- [ ધર્મેવાનીવાના] ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને એક જીવદ્રવ્યના [ સંધ્યેયા] અસંખ્યાત [ પ્રવેશ: ] પ્રદેશો છે.
ટીકા (૧) પ્રદેશ-એક પુદ્ગલ પરમાણુ જેટલા આકાશના ક્ષેત્રને રોકે તેટલા ક્ષેત્રને એક પ્રદેશ કહે છે.
(૨) આ દરેક દ્રવ્યો દ્રવ્યાર્થિકનયે અખંડ, એક, નિરંશ છે. પર્યાયાર્થિકદષ્ટિએ અસંખ્યાતપ્રદેશી છે. તેને અસંખ્યાત પ્રદેશો છે, તેથી કાંઈ તેના અસંખ્ય ખંડ કે ટુકડા પડી જતા નથી તેમ જ જુદા જુદા એકેક પ્રદેશ જેવડા ટુકડાના મિલનથી થયેલું તે દ્રવ્ય નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com