________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૯૦ ]
[ મોક્ષશાસ્ત્ર
ટીકા
(૧) સર્વાર્થસિદ્ધિના દેવો તેમનાં નામ અનુસાર એકાવતારી જ હોય છે. વિજયાદિકમાં આવેલા જીવ એક મનુષ્યભવ કરે અથવા બે ભવ પણ કરે.
(૨) સર્વાર્થસિદ્ધિના દેવો. દક્ષિણ ઇદ્રો. સૌધર્મના લોકપાળ, સૌધર્મની ‘ચિ ’ નામની ઇન્દ્રાણી અને લૌકાંતિક દેવો-એ બધા એક મનુષ્યજન્મ કરી નિર્વાણ પામે છે. ।। ૨૬।।
[ત્રીજા અધ્યાયમાં નારકી અને મનુષ્યો સંબંધી વર્ણન કર્યું હતું અને આ ચોથા અધ્યાયમાં અહીં સુધી દેવોનું વર્ણન કર્યું. હવે એક સૂત્ર દ્વારા તિર્યંચોની વ્યાખ્યા બતાવીને પછી દેવોનું ઉત્કૃષ્ટ તેમ જ જઘન્ય આયુષ્ય કેટલું છે તે બતાવશે. તેમ જ ના૨કીઓનું જઘન્ય આયુષ્ય કેટલું છે તે બતાવશે. મનુષ્યો તથા તિર્યંચોનાં આયુષ્યની સ્થિતિનું વર્ણન ત્રીજા અધ્યાયના સૂત્ર ૩૮-૩૯ માં કહેવાઈ ગયું છે.
આ રીતે, બીજા અધ્યાયના દસમા સૂત્રમાં વોના સંસારી અને મુક્ત એવા જે બે ભેદ કહ્યા હતા તેમાંથી સંસારી જીવોનું વર્ણન ચોથા અધ્યાય સુધીમાં પુરું થાય છે. ત્યાર પછી પાંચમા અધ્યાયમાં અજીવ તત્ત્વોનું વર્ણન કરશે. છઠ્ઠા તથા સાતમા અધ્યાયમાં આસવ તથા આઠમા અધ્યાયમાં બંધ તત્ત્વનું વર્ણન કરશે, તથા નવમા અધ્યાયમાં સંવર તથા નિર્જરા તત્ત્વનું વર્ણન ક૨શે અને મુક્તજીવોનું(મોક્ષતત્ત્વનું ) વર્ણન દશમા અધ્યાયમાં જણાવીને ગ્રંથ પૂર્ણ કરશે. ]
તિર્યંચ કોણ છે ?
औपपादिकमनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः।। २७।।
અર્થ:- ઉપપાદ જન્મવાળા( –દેવ તથા નારકી) અને મનુષ્યો સિવાયના બાકી રહેલા જીવો તિર્યંચ યોનિવાળા જ છે.
ટીકા
દેવ, નારકી અને મનુષ્ય સિવાયના જીવો તિર્યંચ છે. તેમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો તો સમસ્ત લોકમાં વ્યાસ છે. લોકનો એક પણ પ્રદેશ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો વિના નથી. બાદર એકેન્દ્રિય જીવોને પૃથ્વિ વગેરેનો આધાર હોય છે. ત્રણ જીવો અર્થાત્ વિકલત્રય (બે, ત્રણ અને ચાર ઈન્દ્રિય) અને સંજ્ઞી-અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો ત્રસ નાડીમાં ક્યાંક ક્યાંક હોય છે. ત્રસનાડીની બહાર ત્રસ જીવો હોતા નથી. તિર્યંચ જીવો સર્વ લોકમાં હોવાથી તેનો ક્ષેત્ર વિભાગ નથી. ।। ૨૭।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com