SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates અ. ૪ સૂત્ર ૪-૫ ] [ ૨૭૩ ટીકા ૧. ઇન્દ્ર = જે દેવ બીજા દેવોમાં નહિ રહેતી એવી અણિમાદિક ઋદ્ધિઓથી સહિત હોય તેને ઇન્દ્ર કહેવાય છે, તે દેવ રાજા સમાન હોય છે. [ like a king ] ૨. સામાનિક જે દેવનું આયુષ્ય, વીર્ય, ભોગ, ઉપભોગ વગેરે ઇન્દ્રસમાન હોય છે, તોપણ આજ્ઞારૂપી ઐશ્વર્યથી રહિત હોય છે તે સામાનિક કહેવાય છે, તે દેવ પિતા કે ગુરુતુલ્ય હોય છે. [ like father, Teacher ] = ૩. ત્રાયત્રિંશ = જે દેવ મંત્રી–પુરોહિતના સ્થાન ઉપર હોય છે તેને ત્રાયત્રિંશ કહેવામાં આવે છે. એક ઇન્દ્રની સભામાં આવા દેવો તેત્રીસ જ હોય છે. [ ministers ] ૪. પારિષદ જે દેવ ઇન્દ્ર ની સભામાં બેસવાવાળા હોય છે તેને પારિષદ કહેવામાં આવે છે. [courties ] = ૫. આત્મરક્ષ = જે દેવ અંગરક્ષક સમાન હોય છે તેને આત્મરક્ષક કહેવામાં આવે છે. [ Body guards ] નોંધ:- જોકે દેવોમાં ઘાત વગેરે હોતું નથી તોપણ ઋદ્ધિ-મહિમાને અર્થે આત્મરક્ષક દેવો હોય છે. ૬. લોકપાળ = જે દેવ કોટવાળ (ફોજદા૨) ની માફક લોકનું પાલન કરે તેને લોકપાળ કહેવામાં આવે છે. [ police ] ૭. અનીક = જે દેવ પાયદળ વગેરે સાત પ્રકારની સેનામાં વિભક્ત રહે છે તેને અનીક કહેવામાં આવે છે. [ army ] = જે દેવ નગરવાસી સમાન હોય તેને પ્રકીર્ણક કહેવામાં આવે ૮. પ્રકીર્ણક છે. [ people ] ૯. આભિયોગ્ય = જે દેવ દાસોની માફક સવારી આદિમાં કામ આવે તેને આભિયોગ્ય કહેવાય છે. આ પ્રકારના દેવો ઘોડા, સિંહ, હંસ વગેરે પ્રકારના વાહનોરૂપે (બીજા દેવોના ઉપયોગ માટે) પોતે પોતાને બનાવે છે. [conveyances ] = ૧૦. કિક્વિત્રિક જે દેવ ચાંડાળાદિની માફક હલકું કામ કરવાવાળા હોય તેને કિક્વિષિક કહેવામાં આવે છે. [ servile grade ]॥ ૪॥ વ્યંતર અને જ્યોતિષી દેવોમાં ઇન્દ્ર વગેરે ભેદોની વિશેષતા त्रायस्त्रिंशलोकपालवर्ज्या व्यन्तरज्योतिष्काः।। ५ ।। અર્થ:- ઉ૫૨ જે દસ ભેદો કહ્યા તેમાંથી ત્રાયશ્રિંશ અને લોકપાળ એવા ભેદો Please inform us of any errors on [email protected]
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy