________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૩ સૂત્ર ૩૭ ]
[ ૨૬૩ (૧૩) બ્લેચ્છ પ્લેચ્છ મનુષ્યો બે પ્રકારના છે-કર્મભૂમિજ અને અન્તર્લીપજ. (૧) પાંચ ભરતના પાંચ ખંડ, પાંચ ઐરાવતના પાંચ ખંડ અને વિદેહના આઠસો ખંડ એમ (૨૫ + ૨૫ + ૮O0) આઠસો પચાસ મ્લેચ્છ ક્ષેત્રો છે; તેમાં જન્મેલા મનુષ્યો કર્મભૂમિ છે; (૨) લવણસમુદ્રમાં અડતાલીસ દ્વીપ તથા કાળોદધિસમુદ્રમાં અડતાલીસ દ્વીપ એ બન્ને મળી છનું દ્વીપમાં કુભોગભૂમિયા મનુષ્યો છે તેને અન્તર્કંપજ મ્લેચ્છ કહેવાય છે. તે અંતર્દીપજ પ્લેચ્છ મનુષ્યોના ચહેરા વિચિત્ર પ્રકારના હોય છે, તેમને માણસનું શરીર (વડ) અને તે ઉપર હાથી, રીંછ, માછલાં, વગેરેના માથાં, ઘણાં લાંબા કાન, એક પગ, પૂછડું વગેરે હોય છે, તેમનું આયુષ્ય એક પલ્યનું હોય છે અને ઝાડનાં ફળ, માટી વગેરે તેમનો ખોરાક છે. || ૩૬ IT
કર્મભૂમિનું વર્ણન भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्याः।। ३७।।
અર્થ:- પાંચ મેરુ સંબંધી પાંચ ભરત, પાંચ ઐરાવત, દેવકુરુ તથા ઉત્તરકુર એ બેને છોડીને પાંચ વિદેહ એ રીતે અઢીદ્વીપમાં કુલ પંદર કર્મભૂમિઓ છે.
ટીકા (૧) જ્યાં અસિ, મણિ, કૃષિ, વાણિજ્ય, વિદ્યા અને શિલ્પ એ છે કર્મની પ્રવૃત્તિ હોય તેને કર્મભૂમિ કહે છે. વિદેહના એક મેરુ સંબંધી બત્રીસ ભેદ છે; અને પાંચ વિદેહ છે તેથી ૩ર ૪ ૫ =૧૬૦ ક્ષેત્ર પાંચ વિદેહના થયા, અને પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દસ મળીને કુલ પંદર કર્મભૂમિઓના ૧૭) ક્ષેત્રો છે. આ પવિત્રતાનાં –ધર્મનાં ક્ષેત્રો છે અને મુક્તિ પ્રાપ્ત કરનારા મનુષ્યો ત્યાં જ જન્મે છે.
એક મેરુસંબંધી હિમવત, હરિક્ષેત્ર, રમ્યક, હિરણ્યવત, દેવગુરુ અને ઉત્તરકુરુ એવી છે ભોગભૂમિ છે. એ પ્રમાણે પાંચ મેરુ સંબંધી ત્રીસ ભોગભૂમિ છે. તેમાં દસ જઘન્ય, દસ મધ્યમ અને દસ ઉત્કૃષ્ટ છે. તેમાં દસ પ્રકારનાં કલ્પવૃક્ષ છે. તેના ભોગ ભોગવી જીવ સંકલેશરહિત-શાતારૂપ રહે છે.
(૨) પ્રશ્ન- કર્મનો આશ્રય તો ત્રણે લોકનાં ક્ષેત્ર છે તો કર્મભૂમિનાં એકસો સિત્તેર ક્ષેત્ર જ કેમ કહો છો, ત્રણે લોકને કર્મભૂમિ કેમ કહેતા નથી?
ઉત્તર:- સર્વાર્થસિદ્ધિ પહોંચવાનું શુભકર્મ અને સાતમી નરકે પહોંચવાનું પાપકર્મ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com