________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૩ સૂત્ર ૩૬ ]
[ ર૫૭ ૧૩. દશપૂર્વિત્વબુદ્ધિ- મહારોહિણી વગેરે વિદ્યાદેવતા ત્રણ વાર આવે અને દરેક પોતપોતાનું, સ્વરૂપ સામર્થ્ય પ્રગટ કરે એવી વેગવાન વિદ્યાદેવતાના લોભાદિથી જેનું ચારિત્ર ચલાયમાન ન થાય તે દશપૂર્વિત્વબુદ્ધિ છે.
૧૪. ચતુર્દશપૂર્વીત્વબુદ્ધિ- સંપૂર્ણ શ્રુતકેવળીપણું હોવું તે ચતુર્દશપૂર્વિત્વબુદ્ધિ છે.
૧૫. અષ્ટાંગનિમિત્તતાબુદ્ધિ- અંતરિક્ષ, ભોમ, અંગ, સ્વર, વ્યંજન, લક્ષણ, છિન્ન અને સ્વપ્ન એ આઠ પ્રકારનું નિમિત્તજ્ઞાન છે, તેનું સ્વરૂપ નીચે મુજબ છે.
સૂર્ય ચંદ્ર નક્ષત્રના ઉદય-અસ્તાદિક દેખી અતીત-અનાગત ફળનું જાણવું તે અંતરિક્ષનિમિત્તજ્ઞાન છે-૧. પૃથ્વીની કઠોરતા, કોમળતા, ચીકાશ કે લૂખાશ દેખી, વિચાર કરી અગર પૂર્વાદિક દિશામાં સૂત્ર પડતાં દેખી હાનિ-વૃદ્ધિ, જય-પરાજય વગેરે જાણવું તથા ભૂમિમાં રહેલાં સુવર્ણ, રૂપું વગેરેનું પ્રગટ જાણવું તે ભોમનિમિત્તજ્ઞાન છે-૨. અંગ ઉપાંગાદિના દર્શન-સ્પર્શનાદિથી ત્રિકાળભાવી સુખદુઃખાદિ જાણવું તે અંગનિમિત્તજ્ઞાન છે-૩. અક્ષર-અનક્ષરરૂપ તથા શુભ-અશુભને સાંભળી ઈનિષ્ટ ફળનું જાણવું તે સ્વરનિમિત્તજ્ઞાન છે-૪. મસ્તક, મુખ, ડોક વગેરે ઠેકાણે તલ, મુસલ, લાખ ઈત્યાદિ લક્ષણ દેખીને ત્રિકાળ સંબંધી હિત-અહિતનું જાણવું તે વ્યંજન નિમિત્તજ્ઞાન છે. -૫. શરીર ઉપર શ્રીવૃક્ષ, સ્વસ્તિક, કલશ વગેરે ચિહ્ન દેખીને ત્રિકાળ સંબંધી પુરુષના સ્થાન, માન, ઐશ્વર્યાદિક વિષયોનું જાણવું તે લક્ષણનિમિત્તજ્ઞાન છે-૬, વસ્ત્ર-શસ્ત્ર-આસન-શયનાદિકથી, દેવ-મનુષ્ય-રાક્ષસાદિથી તથા શસ્ત્ર-કંટકાદિથી છેદાય તેને દેખીને ત્રિકાલસંબંધી લાભ-અલાભ, સુખ-દુ:ખનું જાણવું તે છિન્નનિમિત્ત જ્ઞાન છે-૭. વાત, પિત્ત, શ્લેષ્મ રહિત પુરુષને મુખમાં પાછલી રાત્રે ચંદ્રમાં, સૂર્ય પૃથ્વી, પર્વત કે સમુદ્રનું પ્રવેશાદિ થવું – એવું સ્વપ્ન તે શુભસ્વપ્ન છે, ઘી-તેલથી પોતાનો દેહ લેપાયેલ અને ગધેડા-ઊંટ ઉપર ચઢી દક્ષિણ દિશામાં ગમન ઈત્યાદિ કરે-એવું સ્વપ્ન તે અશુભ સ્વપ્ન છે, તેના દર્શનથી આગામી કાળમાં જીવન-મરણ, સુખ-દુઃખાદિનું જ્ઞાન થયું તે સ્વપ્નનિમિત્તજ્ઞાન છે. આ આઠ પ્રકારના નિમિત્ત-જ્ઞાનના જે જ્ઞાતા હોય તેને અષ્ટાંગનિમિત્તબુદ્ધિઋદ્ધિ છે.
૧૬. પ્રજ્ઞાશ્રમણત્વબુદ્ધિ- કોઈ અતિ સૂક્ષ્મ અર્થના સ્વરૂપનો વિચાર જેવો હોય તેવો ચૌદ પૂર્વધર જ નિરૂપણ કરી શકે, અન્ય ન કરી શકે; એવા સૂક્ષ્મ અર્થને જે સંદેહ રહિત નિરૂપણ કરે એવી પ્રકૃષ્ટ શ્રુતજ્ઞાનાવરણ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી પ્રગટ થયેલી પ્રજ્ઞાશક્તિ તે પ્રજ્ઞાશ્રમણત્વબુદ્ધિ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com