________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૨. ઉપસંહાર]
| [ ૨૨૯ દરેક સમયે છે તેથી દરેક સમયનો જે ધ્રૌવ્ય અંશ છે તે પર્યાયાર્થિકનયે પારિણામિક ભાવ છે.
(૩) ઉત્પાદ અને વ્યયપર્યાય હવે ઉત્પાદ અને વ્યયપર્યાય સંબંધી:- તેમાં વ્યયપર્યાય તો અભાવરૂપે છે તેથી તેને આ અધ્યાયના પહેલા સૂત્રમાં કહેલા પાંચ ભાવોમાંથી કોઈપણ ભાવ લાગુ પડી શકે નહિ.
ઉત્પાદપર્યાય સમયે સમયે અનંત ગુણોનો છે તેમાં જે ગુણોનો પર્યાય અનાદિથી અવિકારી છે તે પારિણામિકભાવે છે અને તે પર્યાય હોવાથી પર્યાયાર્થિકનયે પારિણામિકભાવ છે.
પરની અપેક્ષા રાખનારા જીવના ભાવોનાં ચાર વિભાગો પડે છે-૧. ઔપથમિકભાવ ૨. ક્ષાયોપથમિકભાવ ૩. ક્ષાયિકભાવ અને ૪. ઔદયિકભાવ. એ ચાર ભાવોનું સ્વરૂપ પૂર્વે આ અધ્યાયના સૂત્ર ૧ ની ટીકામાં કહ્યું છે.
(૪) આ પાંચ ભાવોનું જ્ઞાન ધર્મ કરવામાં શી રીતે ઉપયોગી છે?
જો જીવ આ પાંચ ભાવોનું સ્વરૂપ જાણે તો ક્યા ભાવને આધારે ધર્મ થાય તે પોતે સમજી શકે. પાંચ ભાવોમાંથી પરિણામિકભાવ સિવાયના ચાર ભાવોમાંથી કોઈના લક્ષે ધર્મ થતો નથી, અને પર્યાયાર્થિકનયે જે પારિણામિકભાવ છે તેના આશ્રયે પણ ધર્મ થતો નથી-એમ તે સમજે. હવે જ્યારે પોતાના પર્યાયાર્થિકનયે વર્તતા પરિણામિકભાવના આશ્રયે પણ ધર્મ ન થાય તો પછી નિમિત્ત-કે જે પર દ્રવ્ય છે-તેના આશ્રયે કે લક્ષ તો ધર્મ ન જ થઈ શકે એમ પણ તે સમજે છે.
(૫) ઉપાદાનકારણ અને નિમિત્તકારણ સંબંધી પ્રશ્ન- જૈનધર્મ તો વસ્તુનું સ્વરૂપ અનેકાંત કહે છે, માટે કોઈ વખતે ઉપાદાન (–પરમપરિણામિકભાવ) ની મુખ્યતાએ ધર્મ થાય અને કોઈ વખતે નિમિત્ત (પદ્રવ્ય) ની મુખ્યતાએ ધર્મ થાય એમ હોવું જોઈએ; ઉપર કહ્યું તેમ એકલા ઉપાદાન (-પરમપરિણામિકભાવ )થી ધર્મ થાય એમ કહેતાં એકાંત થઈ જશે?
ઉત્તર- આ પ્રશ્ન સમ્યક અનેકાંત અને મિથ્યાઅનેકાંત તથા સમ્યફ મિથ્યાએકાંતના સ્વરૂપની અજ્ઞાનતા બતાવે છે. પરિણામિકભાવના આશ્રયે ધર્મ થાય અને બીજા કોઈ ભાવના આશ્રયે ધર્મ ન થાય એમ અસ્તિ-નાસ્તિસ્વરૂપ તે સમ્યકઅનેકાંત છે. પ્રશ્નમાં જણાવેલ અનેકાંત તો મિથ્યા અનેકાંત છે; વળી જે તે પ્રશ્નમાં જણાવેલ સિદ્ધાંત સ્વીકારવામાં આવે તો તે મિથ્યા એકાંત થાય છે, કેમકે જો કોઈ વખતે નિમિત્તની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com