________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬ ]
[ મોક્ષશાસ્ત્ર કહેલા ક્રમ પ્રમાણે એકત્રીસ સાગર સુધી આયુ ધારણ કરી તે પૂરું કરે છે. એ પ્રમાણે ચારે ગતિમાં પરિવર્તન પૂરું કરે ત્યારે એક ભવપરિવર્તન પૂરું થાય છે.
નોંધઃ- એકત્રીસ સાગરથી અધિક આયુના ધારક નવ અનુદિશ અને પાંચ અનુત્તર એવા ચૌદ વિમાનમાં ઊપજતા દેવોને પરિવર્તન હોતું નથી કેમકે તે બધા સમ્યગ્દષ્ટિ છે.
ભવભ્રમણનું કારણ મિથ્યાદષ્ટિપણું છે. આ સંબંધમાં કહ્યું છે કે
णिरयादि जहण्णादिसु जावदु उवरिल्लिया दु गेवेज्जा।
मिच्छतसंसिदेण हु बहुसो वि भवट्ठिदी भमिदो।। १।। અર્થ - મિથ્યાત્વના સંસર્ગસહિત નરકાદિના જઘન્ય આયુષ્યથી શરૂ કરીને ઉત્કૃષ્ટ રૈવેયક (નવમી રૈવેયક) સુધીના ભવોની સ્થિતિ (આયુ ) આ જીવ અનેકવાર પામ્યો છે.
(૧૧) ભાવપરિવર્તનનું સ્વરૂપ ૧. અસંખ્યાત યોગસ્થાનો એક અનુભાગ બંધ (અધ્યવસાય) સ્થાનને કરે છે. [ કષાયના જે પ્રકાર (Degree) થી કર્મોના બંધમાં લદાનશક્તિની તીવ્રતા આવે છે તેને અનુભાગબંધ (અધ્યવસાય) સ્થાન કહેવામાં આવે છે. ]
૨. અસંખ્યાત x અસંખ્યાત અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો એક કષાયભાવ (અધ્યવસાય) સ્થાનને કરે છે. [કષાયનો એક પ્રકાર (Degree) જે કર્મોની સ્થિતિ નક્કી કરે છે તેને કષાયઅધ્યવસાયસ્થાન કહેવામાં આવે છે. ]
૩. અસંખ્યાત x અસંખ્યાત કષાય અધ્યવસાયસ્થાનો * પંચેન્દ્રિય સંજ્ઞી પર્યાપક મિથ્યાદષ્ટિ જીવના કર્મોની જઘન્યસ્થિતિબંધ કરે છે; આ સ્થિતિ અંતઃક્રોડાકોડી સાગરની હોય છે એટલે કે ક્રોડાકોડી સાગરથી નીચે અને કોડીની ઉપર તેની સ્થિતિ હોય છે.
૪. એક જઘન્યસ્થિતિબંધ થવા માટે જરૂરનું છે કે-જીવે અસંખ્યાત યોગસ્થાનોમાંથી
* જઘન્યસ્થિતિબંધનાં કારણ જે કષાયભાવસ્થાન છે તેની સંખ્યા અસંખ્યાત લોકના પ્રદેશો જેટલી છે; એક એક સ્થાનમાં અનંતાનંત અવિભાગ પ્રતિચ્છેદ છે, જે અનંતભાગ હાનિ, અસંખ્યાતભાગ હાનિ, સંખ્યાતભાગ હાનિ, સંખ્યાતગુણ હાનિ, અસંખ્યાતગુણ હાનિ, અનંતગુણ હાનિ, તથા અનંતભાગ વૃદ્ધિ, અસંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતગુણ વૃદ્ધિ, અસંખ્યાતગુણ વૃદ્ધિ, અને અનંતગુણ વૃદ્ધિ એ પ્રકારની છ સ્થાનવાળી હાનિ-વૃદ્ધિ સહિત હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com