________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૨. સૂત્ર ૬ ]
[ ૧૮૩ વીતરાગભાવ છે તેટલું જ ચારિત્ર છે, આ ચારિત્રને ક્ષાયોપથમિક ચારિત્ર કહેવાય છે.
સંયમસંયમ- આ ભાવને દેશવિરત અથવા વિરતાવિરત ચારિત્ર પણ કહેવામાં આવે છે.
મતિજ્ઞાન- વગેરેનું સ્વરૂપ પહેલા અધ્યાયમાં કહેવાઈ ગયું છે ત્યાંથી જોઈ લેવું. [ જુઓ, પાનું ૪૦ તથા ૮૬]
દાન-લાભ- વગેરે લબ્ધિનું સ્વરૂપ ઉપરના સૂત્રમાં કહ્યું છે, ત્યાં ક્ષાયિકભાવે તે લબ્ધિ હતી, અહીં તે લબ્ધિ લાયોપથમિકભાવે છે-એમ સમજવું. | પા!
ઔદયિકભાવના એકવીસ ભેદો गतिकषायलिंगमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धलेश्या
श्चतुश्चतुस्त्र्येकैकैकैकषड्भेदाः।।६।। અર્થ- [તિ] તિર્યંચ, નરક, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ, [ ષાય ] ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય, [ સિં૫] સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ ત્રણ લિંગ, [ મિથ્યા ન ] મિથ્યાદર્શન, [Hજ્ઞાન ] અજ્ઞાન, [ સંયત ] અસંયમ, [ સિદ્ધ ] અસિદ્ધત્વ તથા [ નેશ્ય:] કૃષ્ણ, નીલ, કપોત, પીત, પદ્મ અને શુક્લ એ છે વેશ્યા–એમ [વતુ: વતુ: ત્રિ ર % $ મેવા:] ચાર + ચાર + ત્રણ + એક + એક + એક + એક અને છે-એ બધા મળીને ઔદયિકભાવના એકવીશ ભેદો છે.
ટીકા પ્રશ્ન- ગતિ તો અઘાતિકર્મના ઉદયથી થાય છે, જીવના અનુજીવી ગુણના ઘાતનું તે નિમિત્ત નથી છતાં તેને ઔદયિકભાવમાં કેમ ગણી છે?
ઉત્તર:- જીવને જે પ્રકારની ગતિનો સંયોગ થાય છે તેમાં તે મમત્વપણું કરે છે, જેમ કે- “હું મનુષ્ય, હું ઢોર, હું દેવ, હું નારકી ' એમ તે માને છે. આ રીતે જ્યાં મોહભાવ હોય ત્યાં વર્તમાન ગતિમાં જીવ પોતાપણાની કલ્પના કરે છે તેથી આ અપેક્ષાએ ગતિને ઔદયિકભાવમાં ગણેલ છે.
લેશ્યા- કષાયથી અનુરંજિત યોગને વેશ્યા કહેવામાં આવે છે. વેશ્યા બે પ્રકારની છે-દ્રવ્યલેશ્યા તથા ભાવલેશ્યા, અહીં ભાવલેશ્યાનો વિષય છે. ભાવલેશ્યા છ પ્રકારની છે. લેશ્યા વખતે આત્મામાં તે તે પ્રકારનો રંગ થાય છે” એમ ન સમજવું. પણ જીવના વિકારી કાર્યો ભાવઅપેક્ષાએ છ પ્રકારના થાય છે, તે ભાવમાં વિકારની તારતમ્યતા બતાવવા માટે એ છ પ્રકારો કહ્યા છે. લોકમાં કોઈ માણસ ખરાબ કામ કરે તો “કાળું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com