________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૧] ૨૩. પંચાસ્તિકાય ગાથા ૧૬૫, ૧૬૬-૬૭-૬૮-૬૯, ૨૪. શ્રી સમયસારજી કળશ ઉપર પં. બનારસી નાટકમાં પુણ્ય-પાપ અધિકાર
કળશ, ૧૨ પૃ. ૧૩૧, ૩ર કળશ ૭ પાનું રર૬-૨૭
કળશ ૮ પાનું ર૨૭-૨૮ ૨૫. શ્રી સમયસારજી મૂળ ગાથા ટીકા ગાથા ૬૯-૭૦-૭૧-૭૨-૭૪-૯૨
ગાથા ૩૮ તથા ટીકા, ગાથા ૨૧૦, ૨૧૪, ૨૭૬, ૨૭૭–૨૯૭ ગાથા ટીકા
સહિત વાંચવી. ર૬. ગાથા ૧૪૫ થી ૧૫૧. ૧૮૧ થી ૧૮૩ પાનું ૨૯૫ (પરસ્પર અત્યન્ત
સ્વરૂપવિપરીતતા હોવાથી....) ર૭. ગાથા ૩૮૬-૭, (શુભભાવ વ્યવહારચારિત્ર નિશ્ચયથી વિષકુંભ), ૨૯૭
ગાથામાં શ્રી જયસેનાચાર્યની ટીકામાં પણ સ્પષ્ટ ખુલાસો છે, ૨૮. શ્રી મોક્ષમાર્ગ-પ્રકાશક (ગુજરાતી) પાનું નં. ૩, ૨૭-૨૮-૩૦-૩૧-૩ર
૩૩-૩૫-૩૬-૩૭-૩૮, ૨૪૦, ૨૪૩ થી ૨૪૭ (૨૪૭ થી ૨૫૧ સુધી ખાસ વાત છે ) ર૬૩, ર૬૯, ૨૯૯, ૩૦૮-૩૦૯.
વ્યવહાર નયના સ્વરૂપની મર્યાદા (૧૧) સમયસાર ગાથા ૮ ની ટીકામાં કહ્યું છે કે “વ્યવહારનય મ્લેચ્છ ભાષાના સ્થાને હોવાથી પરમાર્થને કહેનાર છે માટે, વ્યવહારનય સ્થાપિત કરવા યોગ્ય છે પરંતુ તે વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી.” પછી ગા. ૧૧ ની ટીકામાં કહ્યું કે વ્યવહારનય બધોય અભૂતાર્થ છે માટે તે અવિદ્યમાન, અસત્ય અર્થને, અભૂત અર્થને પ્રગટ કરે છે; શુદ્ધ નય એક જ ભૂતાર્થ હોવાથી સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. પછી કહ્યું કે તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક અવલોકન કરવાથી સમ્યગ્દષ્ટિ છે, અન્ય સમ્યગ્દષ્ટિ નથી માટે કર્મોથી ભિન્ન આત્માને દેખનારાઓ માટે વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી.”
૧૧મી ગાથાના ભાવાર્થમાં ૫. જયચંદ્રજીએ કહ્યું છે કે
પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી છે જ, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. અને જિનવાણીમાં વ્યવહાર નયનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબન (સહાયક) જાણી બહુ કર્યો છે; પરંતુ તેનું ફળ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો આવ્યો જ નથી અને તેનો ઉપદેશ પણ વિરલ છે, શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે જ છે. તેથી ઉપકારી શ્રીગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણી તેનો ઉપદેશ પ્રધાનતાથી આપ્યો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com