________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષશાસ્ત્ર-ગુજરાતી ટીકા અધ્યાય ૧:
પરિશિષ્ટ ૫. [૫]
કેવળજ્ઞાનનું સ્વરૂપ (૧) પખંડાગમ-ધવલાટીકા પુસ્તક ૧૩ સૂત્ર ૮૧-૮૨ દ્વારા આચાર્યદેવે કહ્યું
“તે કેવળજ્ઞાન સકળ છે, સંપૂર્ણ છે અને અસપત્ન છે. (૮૧) અખંડ હોવાથી તે સકળ છે.”
શંકા- એ અખંડ કેવી રીતે છે?
સમાધાન - સમસ્ત બાહ્ય પદાર્થમાં પ્રવૃત્તિ ન થવાથી જ્ઞાનમાં ખંડપણું આવે છે, તે આ જ્ઞાનમાં સંભવ નથી; કેમકે આ જ્ઞાનનો વિષય ત્રિકાળગોચર સંપૂર્ણ બાહ્ય પદાર્થો છે.
અથવા દ્રવ્ય, ગુણ અને પર્યાયોના ભેદનું જ્ઞાન અન્યથા ન બની શકવાથી જેમનું અસ્તિત્વ નિશ્ચિત છે એવા જ્ઞાનના અવયવોનું નામ કળા છે; આ કળાઓ સાથે તે અવસ્થિત રહે છે તેથી સકળ છે. “સમ'નો અર્થ સમ્યક છે, સમ્યક એટલે પરસ્પર પરિહાર લક્ષણવાળો વિરોધ હોવા છતાં પણ સહાનઅવસ્થાન લક્ષણવાળો વિરોધ ન હોવાથી કારણ કે તે અનંતદર્શન, અનંતવીર્ય, વિરતિ અને ક્ષાયિકસમ્યકત્વ
આદિ અનંત ગુણોથી પૂર્ણ છે; તેથી તેને સંપૂર્ણ કહેવામાં આવે છે. તે સકળ ગુણોનું નિધાન છે. એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. સપત્નનો અર્થ શત્રુ છે. કેવળજ્ઞાનના શત્રુ કર્મ છે. તે એને રહ્યા નથી તેથી કેવળજ્ઞાન અસપત્ન છે. તેણે પોતાના પ્રતિપક્ષી ઘાતીચતુષ્કનો મૂળમાંથી નાશ કરી નાખ્યો છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. આ કેવળજ્ઞાન સ્વયં જ ઉત્પન્ન થાય છે, એ વાતનું જ્ઞાન કરાવવા માટે અને તેના વિષયનું કથન કરવા માટે આગળનું સૂત્ર કહે છે
સ્વયં ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દર્શનથી યુક્ત ભગવાન દેવલોક અને અસુરલોક સહિત મનુષ્યલોકની આગતિ, ગતિ, ચયન, ઉપપાદ, બંધ, મોક્ષ, ઋદ્ધિ, સ્થિતિ, યુતિ, અનુભાગ, તર્ક, કળ, મન, માનસિક, ભક્ત, કૃત, પ્રતિસેવિત, આદિકર્મ, અર:કર્મ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com