________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૪ ].
[ ૧૪૯ વડે નિર્જરા કરી મોક્ષરૂપ થવું.” હવે તે જ આત્મા અન્ય વિચારાદિરૂપ પ્રવર્તે છે ત્યારે તેને એવો વિચાર હોતો નથી પરંતુ શ્રદ્ધાન તો એવું જ રહ્યા કરે છે.
પ્રશ્ન- જો તેને એવું શ્રદ્ધાન રહે છે તો તે બંધ થવાનાં કારણોમાં કેમ પ્રવર્તે છે?
ઉત્તર - જેમ કોઈ મનુષ્ય કોઈ કારણવશથી રોગ વધવાનાં કારણોમાં પણ પ્રવર્તે છે, વ્યાપારાદિ કાર્ય વા ક્રોધાદિ કાર્ય કરે છે; તોપણ તે શ્રદ્ધાનનો તેને નાશ થતો નથી; તેમ આ આત્મા પુરુષાર્થની નબળાઈને વશ થવાથી બંધ થવાનાં કારણોમાં પણ પ્રવર્તે છે, વિષયસેવનાદિ કાર્ય વા ક્રોધાદિ કાર્ય કરે છે, તો પણ તેને એ શ્રદ્ધાનનો નાશ થતો નથી. એ પ્રમાણે સાત તત્ત્વોનો વિચાર ન હોવા છતાં પણ તેનામાં શ્રદ્ધાનનો સભાવ છે તેથી ત્યાં આવ્યાતિપણું નથી.
(૩) પ્રશ્ન- ઉચ્ચદશામાં જ્યાં નિર્વિકલ્પ આત્માનુભવ હોય છે ત્યાં તો સાત તત્ત્વાદિના વિકલ્પનો પણ નિષેધ કર્યો છે, હવે સમ્યકત્વના લક્ષણનો નિષેધ કરવો કેમ સંભવે અને ત્યાં નિષેધ સંભવે છે તો ત્યાં આવ્યાતિપણું આવ્યું?
ઉત્તર:- નીચેની દશામાં સાત તત્ત્વોના વિકલ્પમાં ઉપયોગ લગાવી પ્રતીતિને દઢ કરી તથા વિષયાદિથી ઉપયોગને છોડાવી રાગાદિક ઘટાડ્યા, હવે એ કાર્ય સિદ્ધ થતાં એ જ કારણોનો પણ નિષેધ કરીએ છીએ. કારણ કે જ્યાં પ્રતીતિ પણ દઢ થઈ તથા રાગાદિ પણ દૂર થયા ત્યાં હવે ઉપયોગને ભમાવવાનો ખેદ શા માટે કરીએ ? માટે ત્યાં એ વિકલ્પોનો નિષેધ કર્યો છે. વળી સમ્યકત્વનું લક્ષણ તો પ્રતીતિ જ છે. એ પ્રતીતિનો તો ત્યાં નિષેધ કર્યો નથી. જો પ્રતીતિ છોડાવી હોય તો એ લક્ષણનો નિષેધ કર્યો કહેવાય પણ એમ તો નથી. તત્ત્વોની પ્રતીતિ તો ત્યાં પણ કાયમ જ રહે છે માટે અહીં આવ્યાતિપણું નથી.
(૪) પ્રશ્ન:- છબને તો પ્રતીતિ-અપ્રતીતિ કહેવી સંભવે છે, તેથી ત્યાં સાત તત્ત્વોની પ્રતીતિને સમ્યકત્વનું લક્ષણ કહ્યું તે અમે માન્યું, પણ કેવળી અને સિદ્ધભગવાનને તો સર્વનું જાણપણું સમાનરૂપ છે તેથી ત્યાં સાત તત્ત્વોની પ્રતીતિ કહેવી સંભવતી નથી, અને તેમને સમ્યકત્વગુણ તો હોય છે જ. માટે ત્યાં એ લક્ષણમાં અવ્યાતિપણું આવ્યું?
ઉત્તર- જેમ છમસ્થને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી અને સિદ્ધભગવાનને કેવળજ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. જે સાત તત્ત્વોનું સ્વરૂપ પહેલાં નિર્ણત કર્યુ હતું તે જ હવે કેવળજ્ઞાન વડે જાણ્યું એટલે ત્યાં પ્રતીતિમાં પરમ અવગાઢપણું થયું, તેથી જ ત્યાં પરમાવગાઢ સમ્યકત્વ કહ્યું છે. પણ પૂર્વે શ્રદ્ધાન કર્યું હતું તેને જો જૂઠ જાણ્યું હોત તો ત્યાં અપ્રતીતિ થાત, પરંતુ જેવું સાત તત્ત્વોને શ્રદ્ધાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com