________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૩ ]
[ ૧૪૫ છે. અહીં તો સમ્યગ્દર્શન અને આત્મા બને અભેદ લીધાં છે. આત્મા પોતે સમ્યગ્દર્શનસ્વરૂપ છે.
વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો સૌથી પહેલાં આત્માનો નિર્ણય કરીને પછી અનુભવ કરવાનું કહ્યું છે. પહેલામાં પહેલાં, “નિશ્ચયજ્ઞાનસ્વરૂપ છું, બીજાં કાંઈ રાગાદિ મારું સ્વરૂપ નથી” એવો નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાચા શ્રુતજ્ઞાનને ઓળખીને તેનો પરિચય કરવો. સત્કૃતના પરિચયથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા પછી મતિ-શ્રુતજ્ઞાનને તે જ્ઞાનસ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરવો, નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કરવો. આ જ પ્રથમનો એટલે કે સમ્યકત્વનો માર્ગ છે, આમાં તો વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ જ કરવાનો છે. બહારમાં કાંઈ કરવાનું ન આવ્યું; પણ જ્ઞાનમાં જ સમજણ અને એકાગ્રતાનો પ્રયાસ કરવાનું આવ્યું. જ્ઞાનમાં અભ્યાસ કરતાં કરતાં જ્યાં એકાગ્ર થયો ત્યાં તે જ વખતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપે આ આત્મા પ્રગટ થાય છે. આ જ જન્મ-મરણ ટાળવાનો ઉપાય છે. એકલો જાણકસ્વભાવ છે. તેમાં બીજું કાંઈ કરવાનો સ્વભાવ નથી. નિર્વિકલ્પ અનુભવ થયા પહેલાં આવો નિશ્ચય કરવો જોઈએ. આ સિવાય બીજું માને તેને વ્યવહારે પણ આત્માનો નિશ્ચય નથી. અનંત ઉપવાસ કરે તોય આત્માનું જ્ઞાન ન થાય, બહારમાં દોડાદોડી કરે તેનાથી પણ જ્ઞાન ન થાય, પણ જ્ઞાનસ્વભાવની પક્કડથી જ જ્ઞાન થાય. આત્મા તરફ લક્ષ અને શ્રદ્ધા કર્યા વગર સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન થાય ક્યાંથી ? પહેલાં દેવ-ગુરુ-શાસ્ત્રનાં નિમિત્તોથી અનેક પ્રકારે શ્રુતજ્ઞાન જાણે અને તે બધામાંથી એક આત્માને તારવે, પછી તેનું લક્ષ કરી પ્રગટ અનુભવ કરવા માટે, મતિશ્રુતજ્ઞાનના બહાર વળતા પર્યાયોને સ્વસમ્મુખ કરતો તત્કાળ નિર્વિકલ્પ નિજસ્વભાવરસ આનંદનો અનુભવ થાય છે. પરમાત્મસ્વરૂપનું દર્શન જે વખતે કરે છે તે વખતે આત્મા પોતે સમ્યગ્દર્શનરૂપ પ્રગટ થાય છે. આત્માની પ્રતીત જેને થઈ ગઈ છે તેને પાછળથી વિકલ્પ આવે ત્યારે પણ જે આત્મદર્શન થઈ ગયું છે તેનું તો ભાન છે, એટલે કે આત્માનુભવ પછી વિકલ્પ ઊઠે તેથી સમ્યગ્દર્શન ચાલ્યું જતું નથી. કોઈ વેશમાં કે વાડામાં સમ્યગ્દર્શન નથી પણ સ્વરૂપ એ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.
સમ્યગ્દર્શનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કર્યા પછી પણ શુભભાવ આવે ખરા, પરંતુ આત્મહિત તો જ્ઞાનસ્વભાવનો નિશ્ચય કરવાથી જ થાય છે. જેમ જેમ જ્ઞાનસ્વભાવની દઢતા વધતી જાય તેમ તેમ શુભભાવ પણ ટળતા જાય છે. બહારના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com