________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૮] સહુચરહેતુપણે) હોવો જોઈએ અને આ જાતના વ્યવહારનો અભાવ
કરી નિશ્ચયદશાની વૃદ્ધિ થાય છે. (૬) વ્યવહાર પંચાચારરૂપ સહકારી કારણથી ઉત્પન્ન નિશ્ચય પંચાચાર,
કહેવામાં આવે છે તે ભૂતનૈગમનયનું કથન છે. નિમિત્ત કારણો બતાવતાં વર્તમાન કારણો બતાવે તે તો ઋજુસૂત્રનયનો વિષય છે તથા ભૂતકાળમાં વ્યવહાર હતો તેનો વર્તમાનમાં અભાવ થયો તેને બતાવે તે ભૂતનૈગમનયનો વિષય છે એમ બે નયના વિષયનું જ્ઞાન કરાવવામાં આવે તો જ નિમિત્તકારણ (વ્યવહાર) ના વિષયનું પૂરું
જ્ઞાન (પ્રમાણજ્ઞાન) થાય છે. (૭) સમ્યકમતિજ્ઞાનપૂર્વક સમ્યકશ્રુતજ્ઞાન થાય છે તે ભૂતનૈગમનયનું કથન છે.
ભૂતનૈગમનાય સંબંધી વિશેષ શ્રી તત્ત્વાર્થસૂત્ર અ. ૧૦ માં મોક્ષ અધિકારનું વર્ણન છે, તેના નવમા સૂત્રમાં સિદ્ધ ભગવંતોને લગતું અલ્પબહુત્વ, ક્ષેત્ર-કાળ આદિ બાર પ્રકારે સાધ્ય કરવાનું કહ્યું છે. તેની સંસ્કૃત ટીકામાં ભૂતનૈગમનય જજુદા જુદા બોલ સંબંધી ૧૦ પ્રકારે લાગુ પાડેલ છે તે મૂળ ટીકામાંથી તથા ૫. શ્રી જયચંદ્રજીકૃત સર્વાર્થસિદ્ધિ વિચનિકામાંથી જોઈ લેવા. અહીં તેના વિસ્તારની જરૂર નથી.
વર્તમાન નૈગમ અને ભાવીનૈગમનયની ચર્ચા જરૂરી નથી પરંતુ ભાવી નિંગમનું સ્વરૂપ જાણવા માટે પ્રવચનસાર ચરણાનુયોગ અધિકાર ગા. ૭, સીરીઅલ ગાથા નં. ૨૦૭ ની શ્રી જયસેનાચાર્યકૃત સં. ટીકા વાંચી લેવી.
નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગના સ્વરૂપમાં કેવો નિર્ણય કરવો જોઈએ (૮) “નિશ્ચયે વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે, વીતરાગભાવો અને વ્રતાદિકમાં
કથંચિત્ કાર્ય-કારણપણું છે માટે પ્રતાદિકને મોક્ષમાર્ગ કહે છે. પણ તે કહેવામાત્ર જ છે.”
(મોક્ષમાર્ગ-પ્રકાશક પૃ. ૨૪૭) ધર્મપરિણત જીવને વીતરાગ ભાવની સાથે જે શુભભાવરૂપ રત્નત્રય (વ્યવહાર-દર્શન-જ્ઞાન-ચારિત્ર) હોય છે તેને વ્યવહારનય દ્વારા ઉપચારથી વ્યવહારમોક્ષમાર્ગ કહ્યો છે. જોકે તે રાગભાવ હોવાથી
બંધમાર્ગ જ છે એવો નિર્ણય કરવો જોઈએ. (૯) વ્યવહાર મોક્ષમાર્ગ ખરેખર બાધક હોવા છતાં પણ તેનું નિમિત્તપણું
* નૈમિત્તિક (કાર્ય), નિમિત્ત (કારણ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com