________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૩ ]
[ ૧૪૩ પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો-જે ઇન્દ્રિય અને મન દ્વારા પરલક્ષે પ્રવર્તતું જ્ઞાન તેને સ્વ તરફ વાળવું; દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે પર પદાર્થ તરફનું લક્ષ તથા મનના અવલંબને પ્રવર્તતી બુદ્ધિ અર્થાત્ મતિજ્ઞાન તેને સંકોચીને-મર્યાદામાં લાવીને પોતા તરફ વાળવું તે અંતઅનુભવનો પંથ છે, સહજ શીતળ સ્વરૂપ અનાકુળ સ્વભાવની છાયામાં પેસવાનું પગથિયું છે.
પ્રથમ, આત્મા જ્ઞાનસ્વભાવી છે એવો બરાબર નિશ્ચય કરીને, પછી પ્રગટ અનુભવ કરવા માટે પર તરફ વળતા ભાવ જે મતિ અને શ્રુતજ્ઞાન તેમને સ્વ તરફ એકાગ્ર કરવા, જે જ્ઞાન પરમાં વિકલ્પ કરીને અટકે છે તે જ જ્ઞાનને ત્યાંથી ખસેડીને સ્વભાવમાં વાળવું. મતિ અને શ્રુતજ્ઞાનના જે ભાવ છે તે તો જ્ઞાનમાં જ રહે છે, પરંતુ પહેલાં તે ભાવો પર તરફ વળતા, હવે તેને આત્મસન્મુખ કરતાં સ્વભાવનું લક્ષ થાય છે. આત્માના સ્વભાવમાં એકાગ્ર થવાનાં આ ક્રમસર પગથિયાં છે.
જ્ઞાનમાં ભવ નથી જેણે મનના અવલંબને પ્રવર્તતા જ્ઞાનને મનથી છોડાવી સ્વતરફ વાળ્યું છે અર્થાત્ મતિજ્ઞાન પર તરફ વળતું તેને મર્યાદામાં લઈને આત્મસન્મુખ કર્યું છે તેના જ્ઞાનમાં અનંત સંસારનો નાસ્તિભાવ અને જ્ઞાનસ્વભાવનો અતિભાવ છે. આવી સમજણ અને આવું જ્ઞાન કરવું તેમાં અનંત પુરુષાર્થ છે. સ્વભાવમાં ભવ નથી તેથી જેને સ્વભાવ તરફનો પુરુષાર્થ ઊગ્યો તેને ભવની શંકા રહેતી નથી. જ્યાં ભવની શંકા છે ત્યાં સાચું જ્ઞાન નથી અને જ્યાં સાચું જ્ઞાન છે ત્યાં ભવાની શંકા નથી-આ રીતે “જ્ઞાન” અને “ભવ 'ની એકબીજામાં નાસ્તિ છે.
પુરુષાર્થ વડે સત્સમાગમથી એકલા જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા પછી હું અબંધ છું કે બંધવાળો છું, શુદ્ધ છું કે અશુદ્ધ છું, ત્રિકાળ છું કે ક્ષણિક છું”—એવી જે વૃત્તિઓ ઊઠે તેમાં પણ હજી આત્મશાંતિ નથી, તે વૃત્તિઓ આકુળતામયઆત્મશાંતિની વિરોધિની છે. નયપક્ષોના અવલંબનથી થતા મનસંબંધી અનેક પ્રકારના વિકલ્પો તેને પણ મર્યાદામાં લાવીને અર્થાત્ તે વિકલ્પોને રોકવાના પુરુષાર્થ વડે શ્રુતજ્ઞાનને પણ આત્મસન્મુખ કરતાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે આ રીતે મતિ અને શ્રુતજ્ઞાનને આત્મસન્મુખ કરવા તે જ સમ્યગ્દર્શન છે. ઈન્દ્રિય અને મનના અવલંબને મતિજ્ઞાન પરલક્ષે પ્રવર્તતું તેને, અને મનના અવલંબને શ્રુતજ્ઞાન અનેક પ્રકારના નયપક્ષોના વિકલ્પોમાં અટકતું તેને-એટલે કે પરાવલંબને પ્રવર્તતાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવીને-અંતસ્વભાવસમ્મુખ કરીને, તે જ્ઞાનો દ્વારા એક જ્ઞાનસ્વભાવને પકડીને (લક્ષમાં લઈને ), નિર્વિકલ્પ થઈને, તત્કાળ નિજરસથી જ પ્રગટ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com