________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૧]
[ ૧૨૩ થઈ જશે એટલો સંબંધ બતાવવા માટે તે નિશ્ચયસમ્યગ્દર્શનને શ્રદ્ધા અને ચારિત્રની એકત્વઅપેક્ષાએ વ્યવહારસમ્યગ્દર્શન કહેવામાં આવે છે.
સાતમે અને આગળના ગુણસ્થાને સમ્યગ્દર્શન અને સમ્મચારિત્રની એકતા હોય છે તેથી તે વખતના સમ્યકત્વમાં નિશ્ચય અને વ્યવહાર એવા બે ભેદ પડતા નથી તેથી ત્યાં જે સમ્યકત્વ વર્તે છે તેને “નિશ્ચયસમ્યગ્દર્શન' જ કહેવામાં આવે છે.
(જાઓ, પરમાત્મપ્રકાશ અધ્યાય ૧ ગાથા ૮૫ નીચેની સંસ્કૃત તથા હિંદી ટીકા. આવૃત્તિ બીજી પા. ૯૦; તથા પરમાત્મપ્રકાશ અધ્યાય ૨ ગાથા ૧૭–૧૮ નીચેની સંસ્કૃત તથા હિંદી ટીકા, આવૃત્તિ બીજી પા. ૧૪૬–૧૪૭; અને હિંદી સમયસારમાં જયસેનઆચાર્યની સંસ્કૃત ટીકા, ગાથા ૧૨૧-૧૨૫ નીચે, પાનું ૧૮૬ તથા હિંદી સમયસાર ટીકામાં જયસેન આચાર્યની ટીકાનો અનુવાદ પા. ૧૧૬. )
-છેવટપૂણ્યથી મોક્ષમાર્ગરૂપી ધર્મ થાય અને આત્મા પરદ્રવ્યનું કાંઈ પણ કરી શકે એ વાત શ્રી વીતરાગદેવોએ
પ્રરૂપેલા ઘર્મની મર્યાદા બહાર છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com