________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦]
[ મોક્ષશાસ્ત્ર ઉત્તર- એ એ આવરણ તો ગયું પણ બધા ગુણો સર્વથા સમ્યક થયા નથી. આવરણ જવાથી સર્વ ગુણો સમ્યક સર્વથા ન થયા તેથી પરમસમ્યક નથી. બધા ગુણો સાક્ષાત્ સર્વથા શુદ્ધ સમ્યકરૂપ થાય ત્યારે “પરમ સમ્યફ” એવું નામ હોય. વિવક્ષાપ્રમાણથી કથન પ્રમાણ છે. એ દર્શન ઉપરથી પૌદ્ગલિક સ્થિતિ જ્યારે નાશ થઈ ત્યારે જ આ જીવનો જે સમ્યકત્વગુણ મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો તે જ સમ્યકત્વગુણ સંપૂર્ણ સ્વભાવરૂપ થઈ પરિણમ્યો-પ્રગટ થયો. ચેતન-અચેતનની જાદી પ્રતીતિથી સમ્યકત્વગુણ નિજજાતિસ્વરૂપ થઈ પરિણમ્યો; તેનું લક્ષણ-જ્ઞાનગુણ અનંત શક્તિએ કરી વિકારરૂપ થઈ રહ્યો હતો તે ગુણની અનંત શક્તિમાં કેટલીક શક્તિ પ્રગટ થઈ, સામાન્યથી નામ થયું તેને મતિ-શ્રુતિ કહીએ છીએ, અથવા નિશ્ચયજ્ઞાન શ્રુતપર્યાય કહીએ, જઘન્યજ્ઞાન કહીએ છીએ; બાકીની સર્વજ્ઞાનશક્તિ રહી તે અજ્ઞાન-વિકારરૂપ વર્ગમાં છે. એ વિકાર શક્તિને કર્મધારારૂપ કહીએ છીએ. એ જ પ્રમાણે જીવને દર્શનશક્તિ અદર્શનરૂપ રહી છે, એ જ પ્રમાણે જીવના ચારિત્રની કેટલીક ચારિત્રરૂપ તથા કેટલીક અન્ય વિકારરૂપ છે, એ પ્રમાણે ભોગગુણની સમજવી. બધા ગુણ જેટલા નિરાવરણ તેટલા શુદ્ધ, બાકીના વિકારરૂપ, એ બધો મિશ્રભાવ થયો. પ્રતીતિરૂપ જ્ઞાનમાં સર્વ શુદ્ધ શ્રદ્ધાભાવ થયો છે પણ આવરણ જ્ઞાનનું તથા અન્ય ગુણોનું લાગ્યું છે માટે તે મિશ્રભાવ છે.
[ અનુભવ પ્રકાશ પાનું ૭૮-૭૯ ] આ સંબંધમાં શ્રી પદ્મનંદિપચવિશતિકામાં “સુપ્રભાત-અષ્ટકમ્ સ્તોત્ર છે, તેની પહેલી ગાથામાં પણ આ જ ભાવથી કહ્યું છે કે
(શાર્દૂલવિક્રીડિત). निश्शेषावरणद्वयस्थिति निशाप्रान्तेन्तरायक्षयो द्योते मोहकृते गते च सहसा निद्राभरे दुरतः। सम्यग्ज्ञानदृगक्षियुग्ममभितो विस्फारित यत्र त
ल्लब्धं यैरिह सुप्रभातमचलं तेभ्यो यतिभ्यो नमः।। १।। અર્થ- જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ બન્નેની હયાતીરૂપ જે રાત્રિ તેનો નાશ થવાથી, તથા અંતરાય કર્મના ક્ષય થવાથી પ્રકાશ થતાં, અને મોહનીયકર્મના નિમિત્તથી કરવામાં આવેલ જે નિદ્રાનો ભાર તે તુરત જ દૂર થતાં જે સુપ્રભાતમાં સમ્યજ્ઞાન તથા સમ્યગ્દર્શનરૂપ બને નેત્રો વિશેષ સ્કુરાયમાન થયા- એવા અચળ સુપ્રભાતને જે યતિઓએ પ્રાપ્ત કરી લીધું છે તે યતિઓને નમસ્કાર છે.
ભાવાર્થ- જેમ પ્રભાત થતાં રાત્રિનો સર્વથા અંત આવે છે તથા પ્રકાશ પ્રગટ થાય છે અને નિદ્રાનો નાશ થાય છે અર્થાત્ સૂતેલાં પ્રાણીઓ જાગૃત થાય છે અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com