________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૧]
[૧૦૫ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચયનય પક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, તીક્ષ્ણ જ્ઞાનદષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ, નિત્ય ઉદિત, ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે (અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવ વડ) તે વખતે (અનુભવ વખતે) પોતે જ વિજ્ઞાનઘન થયો હોઈને. શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્શલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી. કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી, તે (આત્મા) ખરેખર સમસ્ત વિકલ્પોથી પર, પરમાત્મા. જ્ઞાનાત્મા, પ્રત્યજ્યોતિ આત્મખ્યાતિરૂપ, અનુભૂતિમાત્ર સમયસાર છે.
ભાવાર્થ- જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી ( જ્ઞાતાદ્રષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય; પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું.
(૩) શ્રી સમયસારની ગાથા-૫ માં આચાર્ય ભગવાન કહે છે કે, “તે એકત્વવિભક્ત આત્માને હું આત્માના નિજવૈભવ વડે દેખાડું છું. જો હું દેખાડું તો પ્રમાણ કરવું. તેની ટીકા કરતાં આચાર્ય ભગવાન શ્રી અમૃતચંદ્રસૂરી કહે છે કે, “એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વિભવ છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયમેવ (પોતે જ) પોતાના અનુભવ-પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું.” આગળ જતાં ભાવાર્થમાં જણાવે છે કે, “આચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સંવેદન-એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા હું શ્રોતાઓ ! પોતાના સ્વસંવેદન-પ્રત્યક્ષથી પ્રમાણે કરો.” આ ઉપરથી સિદ્ધ થાય છે કે, પોતાને સમ્યકત્વ થયું છે તેની સ્વસંવેદન પ્રત્યક્ષથી શ્રુતપ્રમાણ (સાચા જ્ઞાન) વડે પોતાને ખબર પડે છે.
[ જાઓ, સમયસાર ગુજરાતી પાનું-૧૩] (૪) કલશ ૯ માં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ જણાવે છે કે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com