________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષશાસ્ત્ર ગુજરાતી ત્રીજી આવૃત્તિની
પ્રસ્તાવના
આ શાસ્ત્રમાં આવેલા વિષયો અને તેની સાથે સંબંધ રાખતા બીજા વિષયોની સ્પષ્ટતાની જરૂરિયાત હોવાથી આ પ્રસ્તાવના લખવામાં આવી છે.
તત્વાર્થોની યથાર્થ શ્રદ્ધા કરવા માટે કેટલાક વિષયો ઉપર પ્રકાશ ૧. અ. ૧ સૂત્ર ૧. “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ:” આ સૂત્રના સંબંધમાં
શ્રી નિયમસારશાસ્ત્ર ગા. રની ટીકામાં શ્રી પદ્મપ્રભમલધારીદેવે કહ્યું છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ એવું વચન હોવાથી માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે. નિજપરમાત્મતત્ત્વનાં સમ્યકશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રય માર્ગ પરમનિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. તેથી આ સૂત્રમાં શુદ્ધરત્નત્રય
અર્થાત્ નિશ્ચય મોક્ષમાર્ગની વ્યાખ્યા છે, વ્યવહારમોક્ષમાર્ગની આ વ્યાખ્યા નથી. ૨. સૂત્ર ૨. “તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્' સમ્યગ્દર્શનમ્' અહીં સમ્યગ્દર્શન શબ્દ છે તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. અને તે જ પહેલા સૂત્ર સાથે સુસંગત અર્થવાળો છે. શાસ્ત્રોમાં જ્યારે સાત તત્ત્વોને ભેદરૂપ દેખાડવાનું પ્રયોજન હોય છે ત્યારે પણ તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્” આવા શબ્દો લખેલા હોય છે, ત્યાં તેનો અર્થ “વ્યવહાર સમ્યગ્દર્શન કરવો જોઈએ.
આ સૂત્રમાં તો “તત્ત્વાર્થશ્રદ્ધાન' શબ્દ સાત તત્ત્વોને અભેદરૂપ દેખાડવાને માટે છે તેથી સૂત્ર ૨ માં નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યા છે.
આ સૂત્રમાં “નિશ્ચય સમ્યગ્દર્શન ની વ્યાખ્યા કરી છે, તેનાં કારણો આ શાસ્ત્રમાં પાના ૬ થી ૧૨ સુધીમાં સ્પષ્ટપણે જણાવ્યાં છે. તે જિજ્ઞાસુઓને સાવધાની પૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે. ૩. પ્રશ્ન- વસુસ્વરૂપ અનેકાન્તાત્મક છે અને જૈન શાસ્ત્રો અનેકાન્ત વિદ્યાનું
પ્રતિપાદન કરે છે, તો સૂત્ર ૧માં કહેલ નિશ્ચયમોક્ષમાર્ગ અર્થાત્ શુદ્ધ રત્નત્રય અને બીજા સૂત્રમાં કહેલ નિશ્ચય સમ્યગ્દર્શનને અનેકાન્ત કઈ રીતે ઘટે છે? ઉત્તરઃ- (૧) નિશ્ચય મોક્ષમાર્ગ જ ખરો મોક્ષમાર્ગ છે અને વ્યવહાર મોક્ષમાર્ગ
સાચો મોક્ષમાર્ગ નથી; અને નિશ્ચય સમ્યગ્દર્શન તે જ સાચું સમ્યગ્દર્શન છે, વ્યવહાર સમ્યગ્દર્શન સાચું સમ્યગ્દર્શન નથી. આવું અનેકાન્ત છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com