________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[ મોક્ષશાસ્ત્ર
નોંધ:- કોલમ નં. ૨ તથા ૩ એમ સૂચવે છે કે જેને નવ પદાર્થોનું સમ્યજ્ઞાન હોય તેને જ સમ્યગ્દર્શન હોય, આ રીતે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનનું અવિનાભાવીપણું બતાવે છે. આ ન દ્રવ્યાર્થિકનય છે.
૯૨ ]
(૪) પંચાધ્યાયી ભાગ બીજામાં જ્ઞાન અપેક્ષાએ નિશ્ચયસમ્યગ્દર્શનની વ્યાખ્યા ગાથા ૧૮૬ થી ૧૮૯ માં આપી છે, તે કથન પર્યાયાર્થિકનયે છે. તે ગાથામાં નીચે પ્રમાણે કહ્યું છે–
[ ગાથા-૧૮૬ ] “તેથી શુદ્ધતત્ત્વ કાંઈ તે નવતત્ત્વથી વિલક્ષણ અર્થાતર નથી, પરંતુ કેવળ નવતત્ત્વસંબંધી વિકારોને છોડીને નવ તત્ત્વ જ શુદ્ધ છે. ભાવાર્થ:- તેથી સિદ્ધ થાય છે કે કેવળ વિકારની ઉપેક્ષા કરવાથી નવ તત્ત્વ જ શુદ્ધ છે, નવતત્ત્વોથી કાંઈ સર્વથા ભિન્ન શુદ્ધત્વ નથી.
-
[ ગાથા-૧૮૭ ]—“ તેથી સૂત્રમાં તત્ત્વાર્થની શ્રદ્ધા કરવી તેને સમ્યગ્દર્શન માનવામાં આવ્યું છે, અને તે પણ જીવ-અજીવાદિરૂપ નવ છે; x x x ભાવાર્થ:વિકારની ઉપેક્ષા કરતાં શુદ્ધત્વ નવતત્ત્વોથી અભિન્ન છે. તેથી સૂત્રકારે [તત્ત્વાર્થસૂત્રમાં ] નવતત્ત્વોના યથાર્થ શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. x x x.
[ ગાથા-૧૮૮ ] આ ગાથામાં જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોનાં નામ આપ્યાં છે.
[ ગાથા-૧૮૯ ] _“ પુણ્ય અને પાપની સાથે એ સાત તત્ત્વને નવ પદાર્થ કહેવામાં આવે છે અને તે નવ પદાર્થ, ભૂતાર્થને આશ્રયે. સમ્યગ્દર્શનનો વાસ્તવિક વિષય છે.
ભાવાર્થ:- તથા પુણ્ય અને પાપની સાથે એ સાત તત્ત્વ જ નવ પદાર્થ કહેવાય છે, અને તે નવ પદાર્થ યથાર્થપણાને આશ્રયે સમ્યગ્દર્શનનો યથાર્થ વિષય છે.”
નોંધ:- એ ખ્યાલમાં રાખવું કે આ કથન જ્ઞાન અપેક્ષાએ છે; દર્શન અપેક્ષાએ સમ્યગ્દર્શનનો વિષય પોતાનો અખંડ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરિપૂર્ણ આત્મા છે–તે બાબત ઉપર જણાવી છે.
(૫) “શુદ્ધ ચેતના એક પ્રકારની છે કેમકે શુદ્ધનો એક પ્રકાર છે. શુદ્ધ ચેતનામાં શુદ્ધતાની ઉપલબ્ધિ થાય છે તેથી તે શુદ્ધરૂપ છે અને તે જ્ઞાનરૂપ છે તેથી તે જ્ઞાનચેતના છે.” [ પંચાધ્યાયી અ. ૨, ગાથા-૧૯૪.]
“ બધા સમ્યગ્દષ્ટિઓને આ જ્ઞાનચેતના પ્રવાહરૂપથી અથવા અખંડ એકધારારૂપ રહે છે. [ પંચાધ્યાયી અ. ૨. ગાથા-૮૫૧. ]
(૬) શૈય-જ્ઞાતૃતત્ત્વની યથાવત્ પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શનપર્યાય. [પ્રવચનસાર અધ્યાય ૩ ગાથા-૪૨. શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ટીકા પાનું-૩૩૫. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com