________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦]
[ મોક્ષશાસ્ત્ર વિપર્યય=વિપરીતતા; તે ત્રણ પ્રકારે છે. ૧-કારણવિપરીતતા, ૨
સ્વરૂપવિપરીતતા, ૩-ભેદભેદવિપરીતતા. કારણવિપરીતતા - મૂળકારણને ન ઓળખે અને અન્યથા કારણ માને છે. સ્વરૂપવિપરીતતા:- જેને જાણે છે તેના મૂળવતુભૂત સ્વરૂપને ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને છે. ભેદાભેદવિપરીતતાઃ- જેને તે જાણે છે તેને “એ આનાથી ભિન્ન છે' અને
એ એનાથી અભિન્ન છે” –એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન
અભિનપણું માને તે ભેદાભેદ વિપરીતતા છે. એ ત્રણ વિપરીતતા ટાળવાનો ઉપાય
સાચા ધર્મની તો એવી પરિપાટી છે કે, પહેલાં જીવ સમ્યકત્વ પ્રગટ કરે, પછી વ્રતરૂપ શુભભાવ હોય. હવે સમ્યકત્વ તો સ્વ અને પરનું શ્રદ્ધાન થતાં થાય છે; તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગ (અધ્યાત્મશાસ્ત્રો) નો અભ્યાસ કરવાથી થાય છે, માટે પહેલાં જીવે દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધા કરી સમ્યગ્દષ્ટિ થવું, અને ત્યારપછી પોતે ચરણાનુયોગ અનુસાર સાચાં વ્રતાદિક ધારણ કરી વ્રતી થવું.
એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે. યથાર્થ અભ્યાસને પરિણામે વિપરીતતા ટળતાં નીચે મુજબ યથાર્થપણે માને છે
૧-એક દ્રવ્ય, તેના ગુણ કે પર્યાય બીજા દ્રવ્ય, તેના ગુણ કે પર્યાયમાં કોઈ પણ કરી શકતા નથી. દરેક દ્રવ્ય પોતપોતાના કારણે પોતાનો પર્યાય ધારણ કરે છે. વિકારી અવસ્થા વખતે પરદ્રવ્ય નિમિત્તરૂપ એટલે કે હાજર હોય ખરું પણ તે કોઈ બીજા દ્રવ્યમાં વિઝિયા (કાંઈપણ) કરી શકતું નથી. દરેક દ્રવ્યમાં અગુસ્લધુત્વ નામનો ગુણ છે તેથી તે દ્રવ્ય બીજારૂપ થતું નથી, એક ગુણ બીજારૂપ થતો નથી અને એક પર્યાય બીજારૂપ થતો નથી. એક દ્રવ્યના ગુણ કે પર્યાય તે તે દ્રવ્યથી છૂટા પડી શકતા નથી; હવે તે પ્રમાણે પોતાના ક્ષેત્રથી છૂટા પડે નહિ અને પરદ્રવ્યમાં જાય નહિ તો પછી તેને શું કરી શકે? કાંઈ જ ન કરી શકે. એક દ્રવ્ય, ગુણ કે પર્યાય બીજા દ્રવ્યના પર્યાયમાં કારણ થાય નહિ, તેમ તે બીજાનું કાર્ય થાય નહિ, એવી અકારણકાર્યત્વશક્તિ દરેક દ્રવ્ય માં રહેલી છે; આ રીતે સમજતાં કારણવિપરીતતા ટળે છે.
ર-દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. જીવદ્રવ્ય ચેતનાગુણસ્વરૂપ છે; પુદ્ગલદ્રવ્ય સ્પર્શ, રસ, ગંધ અને વર્ણસ્વરૂપ છે. જીવ પોતે “હું પરનું કરી શકું, પર મારું કરી શકે અને શુભવિકલ્પથી લાભ થાય એવી ઊંધી પક્કડ કરે ત્યાં સુધી તેનો અજ્ઞાનરૂપ પર્યાય થાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com