________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates [ ૭૭
અ. ૧. સૂત્ર ૩૧]
સૂત્ર ૯ થી ૩૦ સુધીનો સિદ્ધાંત
આત્મા ખરેખર પરમાર્થ છે અને તે જ્ઞાન છે; આત્મા પોતે જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ છે. જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ ૫રમાર્થ-સ્વરૂપ સાક્ષાત્ મોક્ષ ઉપાય છે. આ સૂત્રોમાં જ્ઞાનના જે ભેદો કહ્યા છે તે આ એક પદને અભિનંદે છે.
જ્ઞાનના હીનાધિકરૂપ ભેદો, તેના સામાન્ય જ્ઞાનસ્વભાવને ભેદતા નથી, પણ અભિનંદે છે; માટે જેમાં સમસ્ત ભેદનો અભાવ છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું-એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જ અવલંબન કરવું. જ્ઞાનસ્વરૂપ આત્માના અવલંબનથી જ નીચે મુજબ પ્રાપ્તિ થાય છે:
૧-નિજપદની પ્રાપ્તિ થાય છે. ૨-ભ્રાંતિનો નાશ થાય છે. ૩-આત્માનો લાભ થાય છે. ૪-અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, ૫-ભાવકર્મ જોરાવર થઈ શકતું નથી. ૬-રાગ, દ્વેષ, મોહ ઉત્પન્ન થતા નથી. ૭-ફરી કર્મ આસ્રવતું નથી. ૮–ફરી કર્મ બંધાતું નથી. ૯-પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થયું નિર્જરી જાય છે. ૧૦–સમસ્ત કર્મોનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે. આવું જ્ઞાનસ્વરૂપ આત્માના આલંબનનું માહામ્ય છે.
ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થાય છે તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે; માટે આ બધા ભેદો ઉપરનું લક્ષ ગૌણ કરી જ્ઞાનસામાન્યનું અવલંબન લેવું. સૂત્ર ૯ માં છેડે એકવચન સૂચક ‘જ્ઞાનમ્' શબ્દ વાપર્યો છે, તે ભેદોનું સ્વરૂપ જાણી, ભેદો ઉપરનું લક્ષ છોડી, શુદ્ઘનયના વિષયભૂત અભેદ અખંડ જ્ઞાનસ્વરૂપ આત્મા તરફ પોતાનું લક્ષ વાળવાલઈ જવા માટે વાપર્યો છે, એમ જાણવું.
[જુઓ, શ્રી સમયસાર ગાથા-૨૦૪ પાનું ૨૬૨ થી ૨૬૪] મતિ શ્રુત અને અવધિ જ્ઞાનમાં મિથ્યાપણું
मतिश्रुतावधयो विपर्ययश्च ।। ३१ ।।
અર્થ:- [મતિશ્રુતઅવધય: ] મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન [વિપર્યયાÆ] વિપર્યય પણ હોય છે.
ટીકા
(૧) ઉ૫૨ કહેલાં પાંચે જ્ઞાન સમ્યજ્ઞાન છે, પરંતુ મતિ, શ્રુત અને અવિધ એ ત્રણ જ્ઞાન મિથ્યાજ્ઞાન પણ હોય છે, તે મિથ્યાજ્ઞાનને કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન તથા કુઅધિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com