________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨] .
[ મોક્ષશાસ્ત્ર વિચાર્યું છે અને ભવિષ્યમાં તે શું વિચારશે તે જ્ઞાનનો મનોગત વિકલ્પ તે મન:પર્યયજ્ઞાનનો વિષય છે. (બાહ્ય વસ્તુની અપેક્ષા મનોગતભાવ એક અતિ સૂક્ષ્મ અને વિજાતીય ચીજ છે.) ર૩
ઋજુમતિ અને વિપુલમતિમાં અંતર
विशुद्ध्यप्रतिपाताभ्यां तद्विशेषः।। २४ ।। અર્થ - [વિશુદ્ધચતિપાતામ્યાં] પરિણામોની શુદ્ધતા અને અપ્રતિપાત અર્થાત્ કેવળજ્ઞાન થયા પહેલાં ન છૂટવું [ તદ્ધિશેષ ] એ બે વાતોથી ઋજુમતિ અને વિપુલમતિ જ્ઞાનમાં વિશેષતા-તફાવત છે.
ટીકા ઋજુમતિ અને વિપુલમતિ એ બે પ્રકારના મન:પર્યયના ભેદ સૂત્ર ૨૩ની ટીકામાં આપ્યા છે. આ સૂત્રમાં સ્પષ્ટ જણાવે છે કે વિપુલમતિ વિશુદ્ધ શુદ્ધ છે, વળી તે કદી પડી જતું નથી પણ કેવળજ્ઞાન થતાં સુધી ચાલુ રહે છે. ઋજુમતિ જ્ઞાન તો થઈને છૂટી પણ જાય. ચારિત્રની તીવ્રતાનો ભેદના કારણે આ ભેદ પડે છે. સંયમપરિણામનું ઘટવું તેની હાનિ થવી તે પ્રતિપાત છે, તે (પ્રતિપાત ) ઋજુમતિવાળા કોઈને હોય છે. IT ૨૪
અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાનમાં વિશેષતા विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्यययोः।। २५।।
અર્થ:- [ ૩મવધિમન:પર્યયો:] અવધિ અને મન:પર્યય જ્ઞાનમાં [ વિશુદ્ધિક્ષેત્રસ્વામિવિષમ્ય: ] વિશુદ્ધતા, ક્ષેત્ર, સ્વામી અને વિષયની અપેક્ષાથીવિશેષતા હોય છે.
ટીકા મન:પર્યયજ્ઞાન ઉતમ ઋદ્ધિધારી ભાવ-મુનિઓને જ હોય છે; અને અવધિજ્ઞાન ચારે ગતિના સંજ્ઞી જીવને હોય છે; એ સ્વામી અપેક્ષાએ ભેદ છે.
ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનું ક્ષેત્ર અસંખ્યાત લોકપ્રમાણ સુધી છે, મન:પર્યયનું અઢી દ્વિીપ મનુષ્યક્ષેત્ર છે. આ ક્ષેત્ર અપેક્ષાએ ભેદ છે.
સ્વામી તથા વિષયના ભેદથી વિશુદ્ધિમાં અંતર જાણી શકાય છે, અવધિજ્ઞાનનો વિષય પરમાણુપર્યત રૂપી પદાર્થ છે અને મન:પર્યયજ્ઞાનનો વિષય મનોગત વિકલ્પ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com