SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ] Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates [ મોક્ષશાસ્ત્ર મન:પર્યયજ્ઞાનના ભેદ ऋजुविपुलमती मनः पर्ययः ।। २३ ।। અર્થ:- [ મન:પર્યય: ] મન:પર્યયજ્ઞાન [ૠનુમતિ વિપુત્તમતિ] ઋજુમતિ અને વિપુલમતિ-એવા બે પ્રકારનું છે. ટીકા (૧) મન:પર્યયજ્ઞાનની વ્યાખ્યા નવમા સૂત્રની ટીકામાં આપી છે. બીજાના મનોગત ( મનમાં રહેલાં મૂર્તિક દ્રવ્યોને, તે મનની સાથે જે પ્રત્યક્ષ જાણે તે મન:પર્યયજ્ઞાન છે. (૨) દ્રવ્ય અપેક્ષાએ મન:પર્યયજ્ઞાનનો વિષય-જન્યરૂપથી એક સમયમાં થતા ઔદારિક શ૨ી૨ના નિર્જરારૂપ દ્રવ્ય સુધી જાણી શકે; ઉત્કૃષ્ટરૂપે આઠ કર્મોના એક સમયમાં બંધાયેલા સમય પ્રબદ્ધરૂપ* દ્રવ્યના અનંત ભાગોમાંથી એક ભાગ સુધી જાણી શકે. ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય-જઘન્યરૂપે બે, ત્રણ કોશ સુધીના ક્ષેત્રને જાણે; અને ઉત્કૃષ્ટરૂપે મનુષ્યક્ષેત્રની અંદર જાણી શકે. [વિધ્વંભરૂપ મનુષ્યક્ષેત્ર સમજવું ]. કાળ અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય-જઘન્યરૂપે બે, ત્રણ ભવોનું ગ્રહણ કરે છે; ઉત્કૃષ્ટરૂપે અસંખ્યાત ભવોનું ગ્રહણ કરે છે–જાણે છે. ભાવ અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય-દ્રવ્યપ્રમાણમાં કહેલા દ્રવ્યોની શક્તિને (ભાવને) જાણે છે. [ શ્રી ધવલા પુસ્તક ૧ પાનું-૯૪ ] આ જ્ઞાન થવામાં મન અપેક્ષામાત્ર(નિમિત્તમાત્ર) કારણ છે, ઉત્પત્તિનું તે કા૨ણ નથી. આ જ્ઞાનની ઉત્પત્તિ આત્માની શુદ્ધિથી થાય છે. આ જ્ઞાન દ્વારા સ્વ તથા પર બન્નેના મનમાં સ્થિત રૂપી પદાર્થો જાણી શકાય છે. [શ્રી સર્વાર્થસિદ્ધિ પાનું ૪૪૮-૪૫૧-૪૫૨ ] બીજાના મનમાં સ્થિત પદાર્થને પણ ‘મન' કહેવામાં આવે છે; તેના પર્યાયો (વિશેષો ) ને મન:પર્યય કહે છે, તેને જે જ્ઞાન જાણે તે મન:પર્યયજ્ઞાન છે. મન:પર્યયજ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ એવા બે ભેદ છે. * સમયપ્રબદ્ધ=એક સમયમાં જેટલા કર્મ૫૨માણુ અને નોકર્મપરમાણુ બંધાય તે સર્વને સમયપ્રબદ્ધ કહે છે. Please inform us of any errors on [email protected]
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy