________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૧. સૂત્ર ૨૦]
[૬૫
ઉત્ત૨:- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને એક માનવાં તે બરાબર નથી. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બન્ને ઇન્દ્રિયો અને મનથી ઉત્પન્ન થાય છે એ હેતુ અસિદ્ધ છે; કેમકે જીભ અને કાનને શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ માનવાં તે ભૂલ છે. જીભ તો શબ્દનું ઉચ્ચારણ કરવામાં કારણ છે, શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ નથી. કાન પણ જીવને થતા મતિજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ છે, શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ નથી; તેથી શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં બે ઇન્દ્રિયોને કારણ બતાવવી, મતિ અને શ્રુતજ્ઞાન બન્ને ઇન્દ્રિયો અને મનથી ઉત્પન્ન થાય છે એમ કહીને બન્નેની એકતા માનવી તે મિથ્યા છે. તે બે ઇન્દ્રિયો શ્રુતજ્ઞાનમાં નિમિત્ત નથી. એ રીતે મતિ અને શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના કારણમાં ભેદ છે. મતિજ્ઞાન ઇન્દ્રિયો અને મનના કારણે ઉત્પન્ન થાય છે, અને જે પદાર્થનો ઇન્દ્રિયો તથા મન દ્વારા મતિજ્ઞાનથી નિર્ણય થઈ ગયો હોય તે પદાર્થનું મન દ્વારા જે વિશેષતાથી જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે; માટે બન્ને જ્ઞાન એક નથી પણ જુદાં જુદાં છે. (૧૭)વિશેષ ખુલાસો
૧. ઇન્દ્રિય અને મન દ્વારા ‘આ ઘડો છે' એમ નિશ્ચય કર્યો તે મતિજ્ઞાન છે; ત્યારપછી એ ઘડાથી જુદા, અનેક સ્થળો અને અનેક કાળમાં રહેવાવાળા અથવા ભિન્ન રંગોના સમાન જાતિના બીજા ઘડાનું જ્ઞાન કરવું તે શ્રુતજ્ઞાન છે. એક પદાર્થને જાણ્યા બાદ સમાન જાતિના બીજા પ્રકારને જાણવા તે શ્રુતજ્ઞાનનો વિષય છે. અથવા
૨. ઈન્દ્રિય અને મન દ્વારા જે ઘડાનો નિશ્ચય કર્યો, ત્યારપછી તેના ભેદોનું જ્ઞાન કરવું તે શ્રુતજ્ઞાન છે; જેમકે -અમુક ઘડો અમુક રંગનો છે, અથવા અમુક ઘડો માટીનો છે- અમુક ઘડો તાંબા પિત્તળનો છે; એવી રીતે ઇન્દ્રિય અને મન દ્વારા નિશ્ચય કરી તેના ભેદ-પ્રભેદને જાણનારું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. તે જ (મતિજ્ઞાને જાણેલા ) પદાર્થના ભેદ-પ્રભેદનું જ્ઞાન તે પણ શ્રુતજ્ઞાન છે. અથવા
.
૩. ‘આ જીવ છે' કે ‘આ અજીવ છે' એવો નિશ્ચય કર્યા પછી જે જ્ઞાનથી સ-સંખ્યાદિ દ્વારા તેનું સ્વરૂપ જાણવામાં આવે છે તે શ્રુતજ્ઞાન છે; કેમકે તે વિશેષસ્વરૂપનું જ્ઞાન ઈન્દ્રિય દ્વારા થઈ શકતું નથી, તેથી તે મતિજ્ઞાનનો વિષય નથી પણ શ્રુતજ્ઞાનનો વિષય છે. જીવ-અજીવ જાણ્યા પછી તેના સત્–સંખ્યાદિ વિશેષોનું જ્ઞાન માત્ર મનના નિમિત્તથી થાય છે. મતિજ્ઞાનમાં એક પદાર્થ સિવાય બીજા પદાર્થનું કે તે જ પદાર્થના વિશેષોનું જ્ઞાન થતું નથી; માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જુદાજુદા છે. અવગ્રહ પછી ઈહાજ્ઞાનમાં તે જ પદાર્થનું વિશેષજ્ઞાન છે અને ઈા પછી અવાયમાં તે જ પદાર્થનું વિશેષ જ્ઞાન છે; પણ તેમાં (ઈહા કે અવાયમાં) તે જ પદાર્થના ભેદ-પ્રભેદનું જ્ઞાન નથી, માટે તે મતિજ્ઞાન છે-શ્રુતજ્ઞાન નથી. (અવગ્રહ, ઈહા, અવાય એ મતિજ્ઞાનના ભેદો છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com