________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૧૬ ]
[૫૩ સમાધાનઃ- જ્યાં કોઈ અન્યના કહેવાથી શબ્દનું ગ્રહણ થાય છે, જેમકેકોઈએ “ગો” શબ્દનું એવું ઉચ્ચારણ કર્યું કે “અહીં આ ગો શબ્દ છે,” તે ઉપરથી જે જ્ઞાન થાય છે તે “ઉક્ત” જ્ઞાન છે; અને તે પ્રમાણે અન્યના બતાવ્યા વિના શબ્દ સામે હોય તેનું ‘આ અમુક શબ્દ છે” એમ જ્ઞાન થવું તે નિઃસૃત જ્ઞાન છે.
અનુક્ત-ઉક્ત-જે વખતે સમસ્ત શબ્દનું ઉચ્ચારણ કરવામાં ન આવ્યું હોય, પણ મોઢામાંથી એક વર્ણ નીકળતાં જ વિશુદ્ધતાના બળવડ અભિપ્રાય માત્રથી સમસ્ત શબ્દને કોઈ અન્યના કહ્યા વગર ગ્રહણ કરી લે કે “તે આ કહેવા માગે છે” -તે સમયે તેને “અનુક્ત” પદાર્થનો અવગ્રહ થયો કહેવાય છે.
વિશુદ્ધિની મંદતાથી જે સમયે સમસ્ત શબ્દ કહે ત્યારે કોઈ અન્યના કહેવા ઉપરથી જીવ ગ્રહણ કરે છે તે સમયે “ઉક્ત પદાર્થનો અવગ્રહ થયો કહેવાય છે. અથવા
તંત્રી વા મૃદંગાદિકમાં ક્યો સ્વર ગાવામાં આવશે તેનો સ્વર-સંચાર કર્યો ન હોય તે પહેલાં જ કેવળ તે વાજિંત્રમાં ગાવામાં આવનાર સ્વરનો મિલાપ થાય તે જ સમયે જીવને વિશુદ્ધિના બળથી એવું જ્ઞાન થઈ જાય કે “તે આ સ્વર વાજિંત્રમાં વગાડશે,” તે જ સમયે “અનુક્ત” પદાર્થનો અવગ્રહ થાય છે.
વિશુદ્ધિની મંદતાને કારણે વાજિંત્રો દ્વારા તે સ્વરને ગાવામાં આવે તે સમયે જાણવો તે “ઉક્ત' પદાર્થનો અવગ્રહ છે.
ધ્રુવ-અધુવ-વિશુદ્ધિના બળથી જીવે જે પ્રકારે પ્રથમ સમયમાં શબ્દને ગ્રહણ કર્યો તે પ્રકારે નિશ્ચયરૂપથી કેટલોક કાળ ગ્રહણ કરવાનું ચાલુ રહે- તેમાં કિંચિત્ માત્ર પણ ઓછું-અધિક ન થાય તે “ધ્રુવ” પદાર્થનો અવગ્રહ છે.
વારંવાર થતા સંકલેશ તથા વિશુદ્ધ પરિણામરૂપ કારણોથી જીવને શ્રોત્રેન્દ્રિયાદિકનું કાંઈક આવરણ અને કાંઈક ઉઘાડ (ક્ષયોપશમ) પણ રહે છે, એવી રીતે શ્રોત્રેન્દ્રિયાદિના આવરણની ક્ષયોપશમરૂપ વિશુદ્ધિની કાંઈક પ્રકર્ષ અને કાંઈક અપ્રકર્ષ દશા રહે છે, તે વખતે અધિકતા-હીનતાથી જાણવાને કારણે કાંઈક ચલવિચલપણું રહે છે તેથી તે “અધવુ' પદાર્થનો અવગ્રહ કહેવાય છે; તથા ક્યારેક તત વગેરે ઘણા શબ્દોનું ગ્રહણ કરવું, ક્યારેક થોડાનું, ક્યારેક ઘણાનું, ક્યારેક ઘણા પ્રકારના શબ્દોનું ગ્રહણ કરવું, કયારેક એક પ્રકારનું, કયારેક જલદી, કયારેક ઢીલથી,
ક્યારેક અનિઃસૃત શબ્દનું ગ્રહણ કરવું, ક્યારેક નિઃસૃતનું, ક્યારેક અનુક્ત શબ્દનું ગ્રહણ કરવું, કયારેક ઉક્તનું- એમજે ચલ-વિચલપણે શબ્દનું ગ્રહણ કરવું તે સર્વે અબ્રુવાવગ્રહ’નો વિષય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com