________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬]
અવશ્ય તેને પૂર્ણ કરત. ત્યારબાદ આ ટીકા જયપુરના મહારાજા પૃથ્વીસિંહજીના મુખ્ય દીવાન શ્રી રતનચંદજીની પ્રેરણાથી પં. શ્રી દૌલતરામજીએ સં. ૧૮ર૭માં પૂર્ણ કરી છે. તે ટીકાનો ગુજરાતી અનુવાદ આ ગ્રંથમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે એ રીતે બને પંડિતોનો ઉપકાર છે.
જૈનધર્મ જ અહિંસાપ્રધાન છે. નિશ્ચય-અહિંસા તો વીતરાગી શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર છે તેનું, તથા વ્યવહાર-અહિંસાનું વાસ્તવિક સ્વરૂપ શ્રી જિનેન્દ્રકથિત શાસ્ત્રોમાં પ્રરૂપવામાં આવ્યું
હિંસ્ય, હિંસક, હિંસા અને હિંસાનું ફળ- એ ચાર બાબતોના જ્ઞાન વિના તથા ભૂતાર્થ નિજજ્ઞાયકસ્વભાવનો આશ્રય કર્યા વિના હિંસાનો યથાર્થ ત્યાગ થઈ શકતો નથી. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે અહિંસાનું વર્ણન જે અપૂર્વ શૈલીથી આ ગ્રંથમાં કર્યું છે તેવું અન્ય મતના કોઈ ગ્રંથમાં છે જ નહિ. તેમણે મિથ્યાશ્રદ્ધા ઉપરાંત હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ અને પરિગ્રહાદિ પાપોને ખૂબીની સાથે કેવળ હિંસારૂપ જ સાબિત કરેલ છે. વર્તમાનમાં તો પશુવધ, માંસભક્ષણ અને અભક્ષ્યાદિના પ્રચાર દ્વારા હિંસાની જ પુષ્ટિ થઈ રહી છે, તેના ત્યાગ વગર વિશ્વમાં શાંતિની પ્રાપ્તિ થવી અસંભવિત છે. તેથી સર્વજ્ઞ વીતરાગ કથિત અહિંસાના રહસ્યને સમજી જગતના સર્વ જીવો શાંતિનો અનુભવ કરો એ જ ભાવના.
સોનગઢ તા. ૨-૯-૬૬
-બ્ર ગુલાબચંદ જૈન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com