________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪]
તેઓ દર વર્ષે બંને વેકેશનોમાં સોનગઢ આવીને પૂજ્ય ગુરુદેવશ્રીનાં કલ્યાણપથપ્રદર્શક પ્રવચનોનો તથા અધ્યાત્મચર્ચાનો અલભ્ય લાભ લ્યે છે. ગ્રીષ્માવકાશમાં સોનગઢમાં ચાલતા ધાર્મિક શિક્ષણવર્ગમાં વિધાર્થીઓને તેમની સચોટ શૈલીથી શિક્ષણ પણ આપે છે. તેમણે આ શાસ્ત્રનો ગુજરાતી અનુવાદ જિનવાણી પ્રત્યેની ભક્તિવશ, અત્યંત ઉલ્લાસપૂર્વક, તદ્દન નિઃસ્પૃહભાવે કરી આપ્યો છે. તે માટે આ સંસ્થા તેમની અત્યંત ઋણી છે અને ધન્યવાદ આપવા સાથે તેમનો આભાર માને છે.
સોનગઢમાં અજિત મુદ્રણાલયના માલિક શ્રી મગનલાલ જૈને પૂરેપૂરી સાવધાની રાખીને સુંદર ઢંગથી આ ગ્રંથ છાપી આપ્યો તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
પરમશ્રુતપ્રભાવક-મંડળ દ્વારા સંચાલિત રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળા, મુંબઈ તરફથી પ્રકાશિત ‘પુરુષાર્થસિદ્ધયુપાય '' ગ્રંથમાં છપાયેલ મૂળ શ્લોકો તથા અન્વયાર્થ સંશોધનકાર્યમાં ઉપકારભૂત થયા છે, તથા તેમાંથી સમાધિમરણ અર્થાત્ સલ્લેખના ધર્મ સંબંધી લેખ ઉદ્ધૃત કરેલ છે, તે બદલ ઉપરોક્ત મંડળનો આભાર માનવામાં આવે છે.
જિનેન્દ્ર કથિત નિશ્ચય-વ્યવહારની સંધિવાળું સુલભ વર્ણન આ ગ્રંથમાંથી વાંચીવિચારીને, નયપક્ષના રાગથી મધ્યસ્થ થઈ જિજ્ઞાસુઓ સ્વસન્મુખતારૂપ અપૂર્વ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે નિરંતર પુરુષાર્થવંત બનો એ ભાવના.
ભાવનગર
પોસ વદ પ
સં. ૨૦૩૪
: નિવેદકઃ
ટ્રસ્ટીગણ
શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્ર સ્ટ
ભાવનગર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com