________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૫
પીળાશ વગેરેની અપેક્ષાએ અથવા સોનાપણાની અપેક્ષાએ સર્વ અવસ્થાઓમાં શાશ્વતતા છે. આ વિશેષણથી આત્માનું અસ્તિત્વ પ્રગટ કર્યું. ૯.
પ્રશ્ન:- આવા ચૈતન્ય પુરુષને અશુદ્ધતા કઈ રીતે થઈ જેથી એને પોતાના અર્થની સિદ્ધિ કરવી પડે? તેનો ઉત્તર આગળ કહે છે
परिणममानो नित्यं ज्ञानविवत्तैरनादिसन्तत्या। परिणामानां स्वेषां स भवति कर्ता च भोक्ता च।।१०।।
અન્વયાર્થ:- [ :] તે ચૈતન્ય આત્મા [ બનાવિસન્તા ] અનાદિની પરિપાટીથી [ નિત્યં નિરંતર [ જ્ઞાનવિવર્તે ] જ્ઞાનાદિ ગુણોના વિકારરૂપ રાગાદિ પરિણામોથી [પરિઝમમાન: ] પરિણમતો થકો [ Qષાં] પોતાના [ પરિણામનાં] રાગાદિ પરિણામોનો [ વર્તા વે મોરૂ ૨] કર્તા અને ભોક્તા પણ [મવતિ] થાય છે.
ટીકાઃ- ““નાઃિ સન્તન્યા નિત્યં જ્ઞાનવિવર્તે. પરિણામમાન: ફ્લેષાં પરિણામનાં વત્ત ૨ મોજી રે ભવતિ '' - તે ચૈતન્ય પુરુષ અનાદિની પરિપાટીથી સદા જ્ઞાન ચારિત્રરહિત જે રાગાદિ પરિણામ તે વડે પરિણમતો થકો પોતાના જે રાગાદિ પરિણામ થયા તેનો એ કર્તા પણ છે અને ભોક્તા પણ છે.
ભાવાર્થ:- આ આત્માને નવી અશુદ્ધતા થઈ નથી. અનાદિકાલથી સંતાનરૂપે દ્રવ્યકર્મથી રાગાદિ થાય છે, રાગાદિથી વળી દ્રવ્યકર્મનો બંધ થાય છે. સુવર્ણકટિકા જેમ અનાદિ સંબંધ છે. તે સંબંધથી પોતાના જ્ઞાનસ્વભાવની ખબર જ નથી તેથી ઉદયાગત કર્મ પર્યાયમાં ઈષ્ટઅનિષ્ટભાવ વડે રાગ, દ્વેષ, મોહરૂપ પરિણમ્યો છે. જોકે આ પરિણામોને દ્રવ્યકર્મનું કારણ છે તોપણ એ પરિણામ ચેતનામય છે. તેમાં આ પરિણામનો વ્યાયવ્યાપક ભાવથી આત્મા જ કર્તા
ભાવ્યભાવકભાવથી આત્મા જ ભોક્તા છે. વ્યાયવ્યાપકભાવ એટલે શું તે કહીએ છીએ. જે નિયમથી સહચારી હોય તેને વ્યાતિ કહે છે. જેમ ધૂમાડા અને અગ્નિમાં સહચારીપણું છે. જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય અને અગ્નિ વિના ધૂમાડો ન હોય. તેમ રાગાદિભાવ અને આત્મામાં સહચારીપણું છે. જ્યાં રાગાદિ હોય ત્યાં આત્મા હોય જ. આત્મા વિના રાગાદિ ન હોય. આ વ્યાતિક્રિયામાં જે કર્મ છે તેને વ્યાપ્ય કહીએ. આત્મા કર્તા છે તેને વ્યાપક કહીએ. આવી રીતે જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય ત્યાં કર્તા કર્મ સંબંધ સંભવે, બીજા સ્થાનમાં ન સંભવે. એ જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com