________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગ્રન્થ પ્રારંભ
હવે ગ્રન્થનું વર્ણન કરે છે. આ ગ્રન્થમાં પુરુષના અર્થની સિદ્ધિના ઉપાયનું વ્યાખ્યાન કરશે. તેથી પ્રથમ જ પુરુષનું સ્વરૂપ કહે છે:
अस्ति पुरुषश्चिदात्मा विवर्जितः स्पर्शगन्धरसवर्णैः। गुणपर्ययसमवेतः समाहितः समुदयव्ययध्रौव्यैः।।९।।
અન્વયાર્થ- [ પુરુષ: ] પુરુષ અર્થાત્ આત્મા [ વાત્મા ] ચેતનાસ્વરૂપ [સ્તિ] છે, [ સ્પર્શ ન્થરસવળું:] સ્પર્શ, ગંધ, રસ, અને વર્ણથી [ વિવર્ણિત:] રહિત છે, [[[પર્યયસમવેત:] ગુણ અને પર્યાય સહિત છે તથા [ સમુદ્રયવ્યાધ્રો] ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય [ સમાદિત:] યુક્ત છે.
ટીકાઃ- પુરુષ: રિલાત્મા ગતિ –પુરુષ છે તે ચૈતન્યસ્વરૂપ છે.
ભાવાર્થ:- (પુરુ) ઉત્તમ ચેતના ગુણમાં (સેતે) સ્વામી થઈને પ્રવર્તે તેનું નામ પુરુષ છે. જ્ઞાન, દર્શન, ચેતનાના નાથને પુરુષ કહીએ. આ જ ચેતના અવ્યાતિ, અતિવ્યાતિ અને અસંભવ એ ત્રણ દોષરહિત આ આત્માનું અસાધારણ લક્ષણ છે. અવ્યામિ દોષ તેને કહે છે કે જેને જેનું લક્ષણ કહ્યું હોય તે તેના કોઈ લક્ષ્યમાં હોય, અને કોઈ લક્ષ્યમાં ન હોય. પણ કોઈ આત્મા ચેતના રહિત નથી.
જ આત્માનું લક્ષણ રાગાદિ કહીએ તો અવ્યાતિ દૂષણ લાગે છે કારણ કે રાગાદિ સંસારી જીવને છે, સિદ્ધ જીવોને નથી.
જે લક્ષણ લક્ષ્યમાં હોય અને અલક્ષ્યમાં પણ હોય તેને અતિવ્યામિ દૂષણ કહીએ. પણ ચેતના જીવ પદાર્થ સિવાય બીજા કોઈ પદાર્થમાં નથી. જો આત્માનું લક્ષણ અમૂર્તત્વ કહીએ તો અતિવ્યાતિ દૂષણ લાગે; કારણ કે જેવી રીતે આત્મા અમૂર્તિક છે તેવી રીતે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ પણ અમૂર્તિક છે. વળી જે પ્રમાણમાં ન આવે તેને અસંભવ કહીએ. ચેતના જીવ પદાર્થમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી જણાય છે. જો આત્માનું લક્ષણ જડપણું કહીએ તો અસંભવ દોષ લાગે છે, કારણ કે તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. આ રીતે ત્રણ દોષ રહિત આત્માનું ચેતના લક્ષણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com