________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૧
નિશ્ચયથી [તથા] તેમ [નિયજ્ઞસ્ય] નિશ્ચયનયના સ્વરૂપથી અપરિચિત પુરુષને માટે [ વ્યવદર:] વ્યવહાર [gd] જ [ નિશ્ચયતા ] નિશ્ચયપણું [ યાતિ] પામે છે.
ટીકાઃ- “યથા દિ નવનીતસિંહચ માળવવ વ સિંહો ભવતિ'– જેમ નિશ્ચયથી (ખરેખર) જેણે સિંહને જાણ્યો નથી તેને બિલાડી જ સિંહરૂપ થાય છે. તથા “નિશ્વયજ્ઞસ્ય વ્યવહાર: Jવ નિયતાં યાતિ'- તેમ જેણે નિશ્ચયનું સ્વરૂપ જાણ્યું નથી તેમને વ્યવહાર જ નિશ્ચયરૂપ થાય છે. અર્થાત્ તેઓ વ્યવહારને જ નિશ્ચય માની બેસે છે.
ભાવાર્થ- જેમ બાળક સિંહને ઓળખતું નથી, બિલાડીને જ સિંહ માને છે તેમ અજ્ઞાની નિશ્ચયના સ્વરૂપને ઓળખતો નથી, વ્યવહારને જ નિશ્ચય માને છે. તે જ બતાવીએ છીએ. જે જીવ પોતાના શુદ્ધ ચૈતન્યરૂપ આત્માના શ્રદ્ધાન, જ્ઞાન, આચરણરૂપ મોક્ષમાર્ગને ઓળખતો નથી તે જીવ વ્યવહારદર્શન, જ્ઞાન, ચારિત્રનું સાધન કરી પોતાને મોક્ષનો અધિકારી માને છે. અરિહંતદેવ, નિગ્રંથ ગુરુ, દયાધર્મનું શ્રદ્ધાન કરી પોતાને સમ્યગ્દષ્ટિ માને છે. અને કિંચિત્ જિનવાણીને જાણી પોતાને જ્ઞાની માને છે, મહાવ્રતાદિ ક્રિયાનું સાધન કરી પોતાને ચારિત્રવાન માને છે. આ રીતે એ શુભોપયોગમાં સંતુષ્ટ થઈ, શુદ્ધોપયોગરૂપ મોક્ષમાર્ગમાં પ્રમાદી છે તે કારણે કેવળ વ્યવહારનયના અવલંબી થયા છે એને ઉપદેશ આપીએ તો નિષ્ફળ છે. અહીં પ્રશ્ન ઊપજે છે કે આવા શ્રોતા પણ ઉપદેશ લાયક નથી.
તો શ્રોતા કેવા ગુણવાળા હોવા જોઈએ? તેનો ઉત્તર આગળ કહે છે
व्यवहारनिश्चयौ यः प्रबुध्य तत्त्वेन भवति मध्यस्थः। प्राप्नोति देशनायाः स एव फलमविकलं शिष्यः।।८।।
અન્વયાર્થ:- [ :] જે જીવ [ વ્યવદારન ] વ્યવહારનય અને નિશ્ચયનયને [તત્ત્વન] વસ્તુસ્વરૂપ વડે [પ્રવૃષ્ય ] યથાર્થપણે જાણીને [ મધ્યસ્થ: ] મધ્યસ્થ [ ભવતિ] થાય છે, અર્થાત્ નિશ્ચયનય અને વ્યવહારનયના પક્ષપાતરહિત થાય છે [1] તે [ga] જ [ શિષ્ય:] શિષ્ય [વેશનાયા: ] ઉપદેશના [વિનં] સપૂર્ણ [bi] ફળને [પ્રાનોતિ] પામે છે.
ટીકાઃ- “: વ્યવહાર
નિયી તત્ત્વના પ્રવૃષ્ય મધ્યરથ: મવતિ'– જે જીવ વ્યવહારનય અને નિશ્ચયનયને યથાર્થપણે જાણીને પક્ષપાતરહિત થાય છે ‘સ ઇવ શિષ્ય:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com