________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
પ્રગટ થાય છે. -આ રીતે આ મોહનીયકર્મની ૨૫ પ્રકૃતિ જ જીવને રાગદ્વેષ થવામાં નિમિત્તકા૨ણ છે.
એમાંથી અનંતાનુબંધી ક્રોધ અને માન, અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને માન, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને માન, સંજ્વલન ક્રોધ અને માન-એ આઠ અને અરિત, શોક, ભય, જુગુપ્સા-કુલ એ બાર પ્રકૃતિ તો દ્વેષરૂપ પરિણમનમાં કા૨ણ છે તથા બાકી રહેલી તેર પ્રકૃતિઓ રાગરૂપ પરિણમનમાં કારણ છે. આ રીતે આ જીવ અનાદિકાળથી પચીસ કષાયોને જ વશીભૂત થઈને નિત્ય અનેક દુષ્કર્મો કરતો થકો સંસારસાગરમાં ભ્રમણ કરી રહ્યો છે માટે આઠે કર્મોમાં આ મોહનીય કર્મને સર્વથી પહેલાં જીતવું જોઈએ. જ્યાં સુધી મોહનીય કર્મનો પરાજય ન થાય ત્યાં સુધી બાકીનાં કર્મોનો પરાજય થઈ શકતો નથી. તેથી સૌથી પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને દર્શનમોહનો નાશ કરવો. સમ્યજ્ઞાન વડે જ્ઞાનાવરણનો નાશ અને સમ્યગ્યારિત્રવડે ચારિત્રમોહનીયનો નાશ કરી સમ્યક્ત્નત્રય પ્રાપ્ત કરવાં જોઈએ. જ્યારે કોઈ પણ જીવ આ ક્રમે કર્મોનો નાશ કરી આત્માના ગુણોનો વિકાસ કરશે ત્યારે જ તે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે. ૨૧૪.
આત્મા સાથે કર્મોનો બંધ ક૨ાવનાર કોણ છે એ વાત હવે બતાવે છે:
योगात्प्रदेशबन्धः स्थितिबन्धो भवति तु कषायात् । दर्शनबोधचरित्रं न योगरूपं कषायरूपं च ।। २९५ ।।
અન્વયાર્થ:- [પ્રવેશવન્ધ: ] પ્રદેશબંધ[યોગાત્] મન, વચન, કાયાના વ્યાપારથી [તુ] અને [ સ્થિતિવન્ધ: ] સ્થિતિબંધ [ ∞ષાયાત્] ક્રોધાદિ કષાયોથી [મતિ] થાય છે, પરંતુ [ વર્શનવોધવરિત્ર] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રય [૬] ન તો [ યોગવું] યોગરૂપ છે [ ] અને ન [ષાયપં] કષાયરૂપ પણ છે.
च
ટીકા:- ‘યોગાત્ પ્રવેશવન્ધ: ભવતિ તુષાયાત્ સ્થિતિવન્ધ: ભવતિ યત: વર્ણનવોષરિત્ર યોગમં ચ ષાયરૂપ ન ભવતિ ' અર્થ:-મન, વચન, કાયાના ત્રણ યોગથી પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ થાય તથા ક્રોધાદિ કષાયોથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે. અહીં શ્લોકમાં જોકે પ્રકૃતિબંધ અને અનુભાગબંધ ગણાવ્યા નથી તોપણ ઉપલક્ષણથી ગ્રહણ થઈ જાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર એ ત્રણે ન તો યોગરૂપ છે અને ન કષાયરૂપ પણ છે. તેથી રત્નત્રય કર્મબંધનું કારણ થઈ શકતાં નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com